નરેન્દ્ર મોદી-બિલ ગેટ્સ વચ્ચે સંવાદ, PMએ કહ્યું – નવી પેઢીને તૈયાર કરવાની ઇચ્છા
નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદી અને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ વચ્ચે સંવાદ થઈ રહ્યો છે. જેમાં બંને દિગ્ગજો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ટેક્નોલોજી અને AI એમ ઘણાં વિષયો પર વાતચીત કરી છે.
કોરોનાકાળમાં સૌથી પહેલા મેં પ્રોટોકોલ ફોલો કર્યાઃ મોદી
કોરોના કાળની વાત કરતા વડાપ્રધાન મોદી કહે છે કે, ‘હું પોતે બધા જ પ્રોટોકોલ ફોલો કરવા લાગ્યો હતો. ત્યારબાદ થાળી વગાડવા કહ્યું, દીવા કરવા કહ્યું… બધાએ તે પણ કર્યું. મેં જે પણ કહ્યું તેમણે કર્યું. મેં બધાને કન્વિન્સ કર્યા કે આપણી જિંદગી મૂલ્યવાન છે. બધાએ તેમાં સાથ આપ્યો હતો. વેક્સિન મેં પહેલા લીધી અને મારી મમ્મીએ પણ લીધી મેં લોકોને વિશ્વાસ અપાવ્યો. લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું.’
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પરશોત્તમ રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે કહી આ વાત
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દરેક ગામમાં ખેડૂતો ખેતી કરવા માટે ઓજાર વાપરે છે. તેનો એક ટુકડો મંગાવ્યો હતો અને તે બધા ટુકડાંનો સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ઉપયોગ કર્યો. ત્યારબાદ યુનિટી વોલ બનાવી છે. જેમાં ગુજરાતના 6 લાખ ગામની માટી છે. આ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં ડબલ ઊંચું છે. તાજેતરમાં જ હિંદુસ્તાનના સૌથી મોટા કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. નવી પેઢીને ત્યાં જઈ રિસર્ચ કરવા કહ્યું. મારી ઇચ્છા નવી પૈઢીને તૈયાર કરવાની છે.’
ડિજિટલ ક્રાંતિ વિશે મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ ભારતની ડિજિટલ ક્રાંતિ વિશે વધુ માહિતી આપતા કહ્યુ કે, ‘દેશના ગામડાઓમાં બે લાખ આયુષ્માન આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. મેં આ આરોગ્ય કેન્દ્રોને આધુનિક ટેક્નોલોજી સાથે શ્રેષ્ઠ હોસ્પિટલો સાથે જોડ્યાં છે. કૃષિ ક્ષેત્રની જરૂરિયાત છે. તેને આધુનિક અને વૈજ્ઞાનિક બનાવવા માટે અમે ડ્રોન દીદી યોજના શરૂ કરી અને તે સફળતાપૂર્વક ચાલી રહી છે.’
આ પણ વાંચોઃ
મોદીએ AI પર શું કહ્યું?
ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, જ્યારે AIનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેનો દુરુપયોગ થવાની શક્યતાઓ વધી જાય છે. તાલીમ વગર તેને કોઈને પણ સોંપવામાં ન આવે. વડાપ્રધાને સૂચન કર્યું હતું કે AI-જનરેટેડ કન્ટેન્ટ સ્પષ્ટ વોટરમાર્કથી ચાલુ કરવું જોઈએ જેથી કરીને કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે.