હિંદુ પરિણીતાનું 7 વર્ષથી આર્થિક-શારીરિક શોષણ કરતા વિધર્મીની ધરપકડ, નડિયાદમાં સરઘસ કાઢ્યું

ખેડાઃ નડિયાદમાં વિધર્મીએ હિંદુ પરિણીતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
પોલીસે હિંદુ યુવતી પર દુષ્કર્મની ફરિયાદ બાદ રઈશ મહીડા નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી રઈશ મહિલા નડિયાદનો કુખ્યાત બુટલેગર છે. આરોપી રઈશ મહિડા છેલ્લા 7 વર્ષથી પીડિતાનું આર્થિક અને શારીરિક શોષણ કરતો હતો. ત્યારે કંટાળીને પરીણિતાએ પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પીડિતાનો પતિ વિકલાંગ હોવાથી આરોપી તેને અને તેના બાળકોને નુકસાન પહોંચાડવાનો ડર બતાવતો હતો. આ રીતે ધાકધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. તેટલું જ નહીં, પીડિતા પાસેથી વારંવાર રૂપિયા પણ પડાવતો હતો. પીડિતા પાસેથી અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હોવાનો પણ ફરિયાદમાં ખુલાસો થયો છે.