નડિયાદના કથિત લઠ્ઠાકાંડ મામલે ખુલાસો, ફેફસાં બંધ થવાથી થયા ત્રણ મોત

અમદાવાદઃ નડિયાદના કથિત લઠ્ઠાકાંડ મામલે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે, લંગ્સ અને ફેફસાં બંધ થઈ ગયા હોવાથી ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યા છે.
આ ઉપરાંત પોલીસે સોડાની અનેક બોટલો જપ્ત કરી એફએસએલમાં તપાસ માટે મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણેય મૃતકોમાંથી કનુ ચૌહાણ મૂક બધિર હતો. મૃતક કનુ ચૌહાણ સોડાની બોટલ લાવ્યો હતો. આ મામલે પ્રત્યક્ષદર્શીનું નિવેદન લેવામાં આવ્યું છે.
એફએસએલની મદદથી સોડામાં કેફી દ્રવ્યની મિલાવટ કરી હોવાની આશંકાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સાઇનાઇટ અને સોડિયમ નાઇટ્રેડ જેવા કેમિકલનો ઉપયોગ થયો છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. મોતનું ચોક્ક્સ કારણ પીએમના કોઝ ઓફ ડેથ અને એફએસએલના રિપોર્ટ બાદ સામે આવી શકે છે.