December 23, 2024

ગ્રામજનો પાસેથી દાન લઈને ટ્રેનિંગ આપી, અરશદ નદીમના પિતાએ કહી દર્દનાક કહાની

Paris Olympics 2024 Arshad Nadeem: કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ ટોચની જગ્યા પ્રાપ્ત કરે છે ત્યારે ચોક્કસ એ વ્યક્તિીએ સાહસ, સંઘર્ષ અને સહન પણ એટલું જ કર્યું હોય છે ત્યારે કોઈ ટોચનું સ્થાન પ્રાપ્ત થાય છે. સફર હમેંશા સુહાનો નથી હોતો. તેને સુહાનો બનાવવા માટે ખુબ આકરો રસ્તો પહેલા પાર કરવો પડે છે. એવી જ કહાની પાકિસ્તાનના અરશદ નદીમની છે. તેના પિતાએ એવી વાત કહી કે જેને સાંભળીને તમારી આંખમાંથી આંસુ વહેતાં થઈ જશે.

લોકો પાસેથી દાન માંગીને ટ્રેનિંગ
પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અરશદ માટે અત્યાર સુધીની સફર આસાન રહી નથી. અહીં સુધી પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરી છે. એક માહિતી પ્રમાણે , અરશદના પિતા મજૂર છે અને તેમણે અરશદને ગામડાના લોકો પાસેથી દાન માંગીને ટ્રેનિંગ અપાવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં અરશદની સીધી ટક્કર ભારતના નીરજ ચોપરા સાથે હતી. નીરજ સિલ્વર મેડલ લાવ્યો છે.

આ પણ વાંચો: સિલ્વર જીત્યા બાદ નીરજ ચોપરાના ઘરે ઉજવણી, માતાએ કહી આ વાત

અરશદ નદીમના પિતાએ કહી આ વાત
અરશદ નદીમના પિતા મોહમ્મદ અશરફે કહ્યું કે, ‘મોટાભાગના લોકોને ખબર નથી કે નદીમ આ પદ પર કેવી રીતે પહોંચ્યો. અમારા ગામના લોકો અને સંબંધીઓએ શરૂઆતમાં પૈસા ચૂકવ્યા અને નદીમને તાલીમ અપાવી. તેના પ્રવાસનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો. આજ સુધી મેં માત્ર મજૂર તરીકે કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે જેવલિન થ્રોમાં મોટાભાગના ફેન્સની નજર નીરજ અને નદીમ પર હતી. પરંતુ આ વખતે નદીમે ગોલ્ડ અને નીરજને માત્ર સિલ્વર મેડલ મળ્યો હતો.