વહેલી સવારે મ્યાનમારની ધરા ધ્રુજી, 4.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Earthquake: આજે વહેલી સવારે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધવામાં આવી છે. ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. થોડાક દિવસ પહેલા દિલ્હી-NCR, હરિયાણા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં જમીનથી 32 કિલોમીટરની નીચે હતું. આવી સ્થિતિમાં ભૂકંપના કારણે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. મોટાભાગના લોકો સુતા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો: દિલ્હીવાસીઓ ઠંડીથી ઠૂઠવાયા, હવામાન વિભાગે ઠંડા પવન ફૂંકાવાની કરી આગાહી