દિલ્હીથી બેંગકોક સુધી આવ્યો ધરતીકંપ, દરિયો હિલોળા મારે તેમ મકાનો હચમચી ઉઠ્યાં

Earthquake News: મ્યાનમારમાં 7.2 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ વિશે માહિતી આપી છે. બેંગકોકમાં ભૂકંપના આંચકા બાદ સેંકડો લોકો ગભરાટમાં ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. નુકસાન અંગે કોઈ માહિતી હજૂ મળી નથી. આટલી તીવ્રતાનો ભૂકંપ ભારે વિનાશનું કારણ બની શકે છે.

આ પણ વાંચો: CSK vs RCB વચ્ચે આજે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ

દિલ્હીથી બેંગકોક સુધી આજે ધરા ધ્રુજી
ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે ઇમારતો ધ્રુજી ઉઠી અને બાંધકામ હેઠળની એક ઇમારત પણ ધરાશાયી થઈ ગઈ હતી. લોકો ગભરાટમાં ઇમારતોમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. અરુણાચલ પ્રદેશ, મ્યાનમાર , નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરની સરહદ ધરાવે છે. દિલ્હીથી બેંગકોક સુધી આજે ધરા ધ્રુજી છે. લોકોમાં હાલ ભય જોવા મળી રહ્યો છે.