December 25, 2024

મારો દીકરો બનશે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી: સરિતા ફડણવીસ

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની મતગણતરીનાં પરિણામો લગભગ સ્પષ્ટ છે. મહાયુતિ બહુમતથી ઘણી આગળ નીકળી ગઈ છે અને હવે રાજ્યમાં આગામી સરકાર પણ મહાયુતિની જ બનવા જઈ રહી છે. હવે મહાયુતિની આ જીતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ રાહુલ નાર્વેકરે આ જીત પર મહાયુતિને અભિનંદન પાઠવ્યા છે તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસની માતાએ પણ આ જીત પર ખુશી વ્યક્ત કરી છે. એવા પણ સમાચાર છે કે દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવી શકે છે. ભાજપ અધ્યક્ષ પણ તેમને મળવા પહોંચ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસની માતાએ શું કહ્યું?
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની રચના સાથે જ નાયબ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપ્યા છે અને આશીર્વાદ પણ આપ્યા છે. દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસે જણાવ્યું હતું કે, “આ એક મોટો દિવસ છે કારણ કે મારો દીકરો રાજ્યમાં મોટો નેતા બન્યો છે. તે અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક સખત મહેનત કરતો હતો. અલબત્ત, તેઓ મુખ્યમંત્રી બનશે. મને મારી વહાલી બહેનો તરફથી પણ આશીર્વાદ મળ્યા છે.”