પપ્પા આજે પણ રાતે 2 વાગ્યા સુધી દરેક ઈ-મેલના જવાબ આપે છે: આકાશ અંબાણી

Akash Ambani: રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ તાજેતરમાં મુંબઈ ટેક વીકમાં સંબોધન કરતી વખતે પિતા મુકેશ અંબાણી વિશે માહિતી શેર કરી હતી. ડ્રીમ સ્પોર્ટ્સના સહ-સ્થાપક અને સીઈઓ હર્ષ જૈન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ એક સંયુક્ત કુટુંબમાં ઉછર્યા છે અને કૌટુંબિક મૂલ્યોનો આદર કરે છે.
હર્ષ જૈન સાથેની વાતચીતમાં આકાશ અંબાણીએ કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે સૌથી મોટી પ્રેરણા એ પરિવાર છે જેની સાથે અમે મોટા થયા છીએ. અમે બધા 32 વર્ષથી એક છત નીચે રહીએ છીએ અને તેમનાથી મને પ્રેરણા મળે છે. ખાસ કરીને મારા માતા-પિતાથી મને પ્રેરણા મળે છે.
આકાશ અંબાણીએ કહ્યું કે તેમના માતા-પિતા અને તેમનો આખો પરિવાર તેમના આદર્શ અને પ્રેરણા બન્ને છે. આજે પણ મારા પિતા તેમના બધા ઈ-મેલ ચેક કરે છે અને રાતે 2 વાગ્યા તેના જવાબ આપે છે.
આ પણ વાંચો: PM મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, વહેલી સવારે વડાપ્રધાન સિંહ દર્શન માટે પહોંચ્યા
આ સિવાય આકાશ અંબાણીએ માતા નીતા અંબાણી વિશે વાત કરતાં કહ્યું કે ‘મારી માતા બિલકુલ એવી જ છે, તે જે નાની બાબતોની નોંધ લે છે અને તે એવી વાત હોય છે કે જેનાથી અમને પ્રેરણા મળે છે.