January 24, 2025

કેન્સરથી ઉત્સાદ રાશિદ ખાનનું નિધન, 55 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

સંગીત જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત ગાયક રાશિદ ખાનનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ઓક્સિજન સપોર્ટ પર હતા. તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં એક મોટું નામ હતું અને બોલિવૂડ ઉદ્યોગમાં પણ તેમનું યોગદાન હતું.

અહેવાલો અનુસાર, તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ગયા મહિને જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા હતા. રાશિદ ખાનનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો અને તેમણે પોતાના દાદા ઉસ્તાદ નાસિર હુસૈન ખાન પાસેથી સંગીતના પ્રારંભિક પાઠ લીધા હતા. તેઓ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના ભત્રીજા હતા. મુસ્તફા ખાને સૌપ્રથમ તેમની પ્રતિભાની કસોટી કરી હતી અને તેમની સંગીતની પ્રારંભિક તાલીમ બદાઉન પછી મુંબઈમાં થઈ હતી.

બોલિવૂડમાં યોગદાન

સંગીત જગતમાં ઉસ્તાદ રાશિદ ખાનનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવતું હતું. તેણે પોતાના કરિયરની શરૂઆત 2004માં સુભાષ ઘાઈની ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં તેમણે તોરે બિન મોહે ચૈન નહીં અને કાહેં ઉજાડી મોરી નીંદ જેવા ગીતો ગાયા હતા. આ પછી તેને 2007માં શાહિદ કપૂરની ફિલ્મ જબ વી મેટથી ઘણી ઓળખ મળી.

આ પણ વાંચો : ગુસ્સાથી લાલચોળ અંકિતા ! સસરાએ અભિનેત્રીની માતાને પૂછ્યું તમે તમારા પતિને….

આ ફિલ્મોમાં સંગીત આપ્યું

આઓગે જબ હો તુમ સાજના ગીતથી તે ઘર-ઘરમાં લોકપ્રિય બની ગયા. ગાયક માટે ચાહકોની કોઈ કમી ન્હોતી. પરંતુ અન્ય ગાયકોની તુલનામાં, તેમણે બોલિવૂડમાં ઓછા ગીતો ગાયા અને શુદ્ધ શાસ્ત્રીય સંગીત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જબ વી મેટ ઉપરાંત, તેમણે માય નેમ ઈઝ ખાન, મૌસમ, શાદી મેં જરુર આના અને હેટ સ્ટોરી 2 જેવી ફિલ્મોમાં પણ પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો હતો.