January 23, 2025

IND vs BAN સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે આ ખેલાડી બની શકે છે ખતરો

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાવાની છે. બીજી ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે. આ પ્રવાસમાં બાંગ્લાદેશની ઐતિહાસિક જીતમાં અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ ટેસ્ટમાં 191 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને 10 વિકેટથી મોટી જીત અપાવી હતી.

ભારત માટે મોટો ખતરો
આ સીરિઝમાં ફરી એકવાર મુશ્ફિકુર રહીમ જોવા મળશે. જેનું ભારત સામે પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. રહીમે ભારત સામે 8 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 15 ઇનિંગ્સમાં 43.14ની શાનદાર એવરેજથી 604 રન બનાવ્યા છે. ભારતની ધરતી પર પણ તેનું પ્રદર્શન શાનદાર છે. તેણે ભારતમાં 3 ટેસ્ટ મેચ રમી છે અને 6 ઇનિંગ્સમાં 55.16ની એવરેજથી 331 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે. 127 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, પંત (વિકેટકીન), રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ધ્રુવ જુરેલ (વિકેટે), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનો સૌથી ફિટ ખેલાડી કોણ છે? બુમરાહે જવાબ આપ્યો કે…

ભારત પ્રવાસ માટે બાંગ્લાદેશની ટીમઃ મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મેહદી મિરાજ, ઝખાર અલી અનિક, નઝમુલ શાંતો (કેપ્ટન), શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, મોમિનુલ હક, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા, તૈજુલ ઈસ્લામ. , મહમુદુલ હસન જોય, નઈમ હસન, ખાલિદ અહેમદ