November 15, 2024

ઈઝરાયલ એમ્બેસીની બહાર શૂટરે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, લોકોએ કરી બૂમાબૂમ ‘ભાગો ભાગો’

Shooter Firing outside Israel Embassy: મ્યુનિકમાં ઈઝરાયલ એમ્બેસીની બહાર એક શૂટરે ઘણી વખત ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન હંગામો થયો હતો. આનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિને ભાગતો બતાવવામાં આવ્યો છે, જ્યારે અનેક ગોળીઓનો અવાજ સંભળાય છે. આ ઘટના બાદ ડઝનબંધ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર અધિકારીઓએ એક શંકાસ્પદ પર ગોળી ચલાવી હતી. જે ઘાયલ થયો હતો અને હાલમાં વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.


મ્યુનિક પોલીસે ટ્વિટર પર લખ્યું છે કે હાલમાં બ્રિનરસ્ટ્રાસ અને કેરોલિનપ્લેટ્ઝ વિસ્તારમાં એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. અમારી પાસે ઘણા ઇમરજન્સી કર્મચારીઓ છે. અમે તમને આ વિસ્તારને શક્ય તેટલું ટાળવા વિનંતી કરીએ છીએ. આ ઓપરેશન માટે હેલિકોપ્ટરથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ઇઝરાયલી મીડિયાએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે મ્યુનિકમાં ઈઝરાયલી કોન્સ્યુલેટ પાસે ગોળીબારની ઘટના બની હતી. બાવેરિયાની રાજધાની મ્યુનિકમાં ઈઝરાયલી કોન્સ્યુલેટ નજીક વારંવાર ગોળીબારના મોટા અવાજો બાદ મોટી સંખ્યામાં પોલીસ દળોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમે ભારતમાં પણ ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ: PM મોદી

કોઈ કર્મચારીને ઈજા થઈ નથી
વિદેશ મંત્રાલયના કાર્યાલયે કહ્યું કે કોન્સ્યુલેટનો કોઈ કર્મચારી ઘાયલ થયો નથી. હુમલાખોરને સુરક્ષા દળોએ પકડી લીધો છે, જેઓ પરિસ્થિતિને સંભાળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, 52 વર્ષ પહેલા મ્યુનિકમાં પણ આવો જ હુમલો થયો હતો. ઈઝરાયલના ઓલિમ્પિક ખેલાડીઓની પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની યાદમાં ગુરુવારે કોન્સ્યુલેટ બંધ રાખવામાં આવ્યું હતું.