December 23, 2024

હિના ખાન ખરાબ રીતે થઈ ટ્રોલ, લોકોએ ગણાવી મુન્નવરની ‘માતા’

મુંબઈ: ‘બિગ બોસ 17’ના વિજેતા મુનવ્વર ફારૂકીનો નવો મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે, જેમાં હિના ખાન સાથે તેની જોડી જોવા મળી રહી છે. આ ગીતનું ટાઈટલ ‘હલકી હલકી સી’ છે, જેમાં હિના ખાન બંગાળી લુકમાં જોવા મળી રહી છે. જો કે, યુટ્યુબ પર લોકો આ ગીતના વખાણ કરી રહ્યા છે, ત્યારે ઘણા લોકો ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પર કપલની ટીકા પણ કરી રહ્યા છે.

મુનવ્વર અને હિના ખાને આ ગીતનું શૂટિંગ કોલકાતામાં કર્યું છે. કારણ કે ગીતની થીમ બંગાળી છોકરી અને છોકરાની લવ સ્ટોરી છે. આ ગીતની શરૂઆત મુનવ્વર અને હિનાના બાળપણથી શરૂ થતી હોય તેવું લાગે છે. બાળપણમાં બંને છૂટા પડી જાય છે અને પછી મોટા થયા પછી ફરી એક વાર મળે છે. જો કે ગીતમાં હિના અને મુનવ્વર બંને સારા લાગી રહ્યા છે, પરંતુ આ જોડીને ઘણા લોકો પસંદ નથી કરી રહ્યા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

‘મુનવ્વર રામુ કાકાના પુત્ર જેવો અને હિના ખાન તેની માતા જેવો દેખાય છે’
હાલ આ વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જે જોઇને લોકો હીના ખાનને સતત ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયોમાં ટ્રોલર્સે કોમેન્ટ કરી રહ્યા છે. મુન્નવર રામુકાકાનો પુત્ર જેવો દેખાય છે અને હિના ખાન તેની માતા જેવી લાવે છે. અન્ય એક યુઝર્સે એવી કોમેન્ટ કરી છે કે મુન્નવરની એક્ટિંગ જોઇને અર્જુન કપૂર માટે મારું સન્માન વધી ગયું છે. આ સિવાય અન્ય એક યૂઝરે કહ્યું કે, આ પહેલાનું ગીત સારુ હતું.

ઘણા લોકોને સોન્ગ ખૂબ પસંદ આવ્યું છે
ઘણા લોકોએ તેમના વખાણ પણ કર્યા છે અને તેમની કેમેસ્ટ્રીને અદભૂત ગણાવી રહ્યા છે. મુનવ્વરના આ ગીતને અસીસ કૌર અને સાજ ભટ્ટે પોતાનો અવાજ આપ્યો છે. સંજીવ ચતુર્વેદીએ લખ્યું છે. આ પહેલા વર્ષ 2022માં મુનવ્વરનું રોમેન્ટિક ગીત ‘હલકી સી બરસાત’ રિલીઝ થયું હતું જેમાં તે ગર્લફ્રેન્ડ નાઝીલા સાથે જોવા મળ્યો હતો.