October 16, 2024

IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય, જયવર્દનેને મુખ્ય કોચ બનાવ્યો

Mahela Jayawardene: આઈપીએલ 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે મહત્વનો નિર્ણય લીધો છે. ટીમે માર્ક બાઉચરની જગ્યાએ મહેલા જયવર્દનેને મુખ્ય કોચ બનાવી દીધો છે. આઈપીએલ 2025 મેગા ઓક્શન પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેલાડીઓને લઈને ચર્ચાઓ
મુંબઈ ઈન્ડિયન્સનું નામ IPL ઈતિહાસમાં સૌથી બેસ્ટ ટીમમાં લેવાઈ છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. હવે થોડા જ દિવસોમાં IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાશે. આ પહેલા સતત ખેલાડીઓને લઈને ચર્ચાઓ થઈ રહી છે. હવે મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો: IPL 2025માં રોહિત શર્મા પર કરોડોનો વરસાદ થશે?

આ ખેલાડીઓને ટીમ જાળવી રાખશે?
એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે રોહિતને મુંબઈની ટીમ રિટેન નહીં કરે. હવે સવાલ એ છે કે મુંબઈની ટીમ કયા ખેલાડીઓને જાળવી રાખશે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને 18 કરોડ રૂપિયામાં રિટેન કરશે. સૂર્યકુમાર યાદવને 14 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવશે. સપ્રીત બુમરાહને 11 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવી શકે છે. તિલક વર્મા, આકાશ માધવાલ, ઈશાન કિશન અને ડેવાલ્ડ બ્રેવિસ જેવા ખેલાડીઓને રિટેન કરી શકે છે. જોકે આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હવે જોવાનું રહ્યું કે કે મુંબઈ ઈન્ડિયન્સ કયા ખેલાડીઓને જાળવી રાખે છે. રોહિત શર્માની કમાન હેઠળ આ ટીમ 5 વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. પરંતુ આમ છતાં ગત સિઝનમાં રોહિતને ટીમની કમાન સોંપવામાં આવી ના હતી. અચાનક હાર્દિકને સોંપી દેવામાં આવી હતી જવાબદારી. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.