November 13, 2024

સલમાન ખાનના ઘર બહાર ધડાધડ ફાયરિંગ, પોલીસે કહ્યું – બિશ્નોઈ ગેંગ હોવાની શક્યતા

mumbai salman khan house firing police said Likely to be Bishnoi gang

ફાઇલ તસવીર

મુંબઈઃ આજે સવારે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આજે સવારે 5 વાગે મોટરસાઇકલ પર આવેલા એક અજાણ્યા વ્યક્તિએ બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર હવામાં ધડાધડ ફાયરિંગ કર્યું હતું અને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસ ફાયરિંગ કરનાર વ્યક્તિને શોધવા માટે પ્રયત્ન કરી રહી છે.

આ ફાયરિંગ શા માટે થયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. પોલીસનું કહેવું છે કે, લોરેન્સ બિશ્નોઈ જેલમાં હોવા છતાં તેની ગેંગ બહાર છે અને ગોલ્ડી બ્રાર પણ બહાર છે. આવી સ્થિતિમાં પોલીસનું માનવું છે કે, આ જ ગેંગે અભિનેતાના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું હતું. આ કિસ્સા બાદ હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે, અભિનેતાની સુરક્ષામાં વધુ વધારો કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ઇરાનનો મધરાતે 200 ડ્રોન મિસાઇલથી ઇઝરાયલ પર હુમલો

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 2-3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમો ઘટનાસ્થળે પહોંચી રહી છે. બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હાલ આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. મહત્વનું છે કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ઘણી વખત મારી નાંખવાની ધમકી આપી છે.

અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર થયેલા ફાયરિંગ અંગે શિવસેના (UBT)ના નેતા આનંદ દુબે કહે છે કે, ‘સલમાન ખાન હોય કે કોઈ સામાન્ય માણસ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોઈ સુરક્ષિત અનુભવી રહ્યું નથી. તમે જોયું જ હશે કે તાજેતરમાં જ મુંબઈમાં ગોળીબાર થયો હતો અને ડોમ્બિવલીમાં ધારાસભ્ય પર ફાયરિંગ થયું હતું. આજે સવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. આ કેવો કાયદો અને વ્યવસ્થા છે? ગૃહમંત્રી, મુખ્યમંત્રી, તમે ક્યાં છો?… ગુનેગારો નિર્ભયપણે ફરતા હોય છે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ આ ઘટનાની નોંધ લેવી જોઈએ…’