December 23, 2024

રોહિત શર્મા ટીમ બસમાં નહીં પરંતુ આકાશ અંબાણી સાથે સ્ટેડિયમ પહોંચ્યો, VIDEO

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની ટીમને અત્યાર સુધીમાં એક જીત મળી છે. ત્યારે આજે મુંબઈનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં થવાનો છે. આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આ મેચના એક દિવસ પહેલા રોહિત શર્મા ટીમ બસમાં નહીં પરંતુ આકાશ અંબાણી સાથે પ્રેક્ટિસ માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો.

વીડિયો આવ્યો સામે
મુંબઈ ઈન્ડિયન્સની કમાન જયારથી હાર્દિકને સોંપવામાં આવી છે ત્યારથી જ પ્રશંસકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. મુંબઈની ટીમને 3 વખત હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. એક મેચમાં જીત થયા બાદ મુંબઈની ટીમમાં જીવમાં જીવ આવ્યો હતો. જોકે આ તમામ વાત વચ્ચે રોહિતને ફરીથી મુંબઈની ટીમનના કપ્તાન બનાવવાની વાત થઈ હતી. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ પહેલા રોહિત શર્માનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: IPL 2024: યુઝવેન્દ્ર ચહલે તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ

આકાશ અંબાણી સાથે સ્ટેડિયમ પહોંચ્યો
દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રોહિત શર્માની બેટિંગ ખૂબ જ જોરદાર જોવા મળી હતી. આજની મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સાથે રમાવાની છે. એક જીત બાદ મુંબઈની ટીમને વધુ આશા છે કે હવે તમામ મેચમાં જીત પ્રાપ્ત કરે. રોહિત શર્મા પોતાની કારમાં ટીમના માલિક આકાશ અંબાણી સાથે પ્રેક્ટિસ માટે પહોંચ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે રોહિત શર્માને કેપ્ટનશિપની જવાબદારી પરત આપવામાં આવી શકે છે.

બધાને આશ્ચર્ય થયું
હાર્દિક પંડ્યાએ જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમની કમાન સંભાળી રહ્યા હતા તેવું પ્રદર્શન હાલ મુંબઈની ટીમમાં જોવા મળી રહ્યું નથી. હાર્દિક મુંબઈની ટીમમાં જોડાયો ત્યારથી લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આજની મેચમાં હવે જોવાનું રહ્યું કે મુંબઈની જીત થાય છે કે પછી મેચ પહેલા કોઈ બદલાવ થાય છે. જોકે અહિંયા એ વાત ક્લિયર છે કે મુંબઈની ટીમ આજની મેચ જીતવા માટે પુરો પ્રયત્ન કરશે.