December 17, 2024

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં આવેલા મહેમાનો પર ગિફ્ટનો વરસાદ

Mukesh Ambani Family: દુનિયા અમીર લોકોની લિસ્ટમાં ટોપ પર નામ ધરાવતા અંબાણી પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણીનું થોડા સમય પહેલા જ પ્રી-વેડિંગ થયું છે. એ ગ્રાન્ડ ફંક્શનમાં દેશ વિદેશના મોટો મોટા વેપારીઓ જાણીતી હસ્તિઓ આવી પહોચ્યા છે. આ તમામ મહેમાનોને ફંક્શનમાં આગતા સ્વાગતમાં કંઈ પણ કસર બાકી નહોતી રાખી. પ્રી-વેડિંગમાં પહોંચેલા ગેસ્ટ પર મુકેશ અંબાણીએ ગિફ્ટનો વરસાદ કર્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અંબાણીએ મહેમાનોને સોનાની ચેનથી લઈને ડિઝાઈનર બુટ સુધીના ગિફ્ટ આપ્યા છે.

આ ગિફ્ટ અપાયા
ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન પછી અંબાણી પરિવારે મહેમાનોને ખુબ જ કિંમતી ગિફ્ટ આપ્યા હતા. આ ગિફ્ટમાં LV બેંગ, સોનાની ચેન, ડિઝાઈનર બુટ અને નાઈટવેર જેવા ગિફ્ટ આઈટમ આપવામાં આવી છે.

આ પણ વાંચો: દેવામાં ડૂબેલા અનિલ અંબાણી માટે ‘અલાદિનનું જાદુઈ ચિરાગ’ બન્યો આ શેર

કસ્ટમ-ડિઝાઈન હેન્ડબેંગ
અંબાણી પરિવારે વનતારા એનિમલ રીહૈબિલિટેશન સેન્ટરની સ્થાપનાનું સમ્માન કર્યું છે. મહેમાનોને બોમ્બે આર્ટિસન કંપની તરફથી તૈયાર કરેલા કસ્ટમ-ડિઝાઈન હેન્ડબેંગ આપ્યા છે. આ બેંગ ક્રુઅલ્ટી-ફ્રી ચામડાથી બનાવવામાં આવ્યા છે. તેમાં સોનાન બકલ અને ચેનથી સજાવવામાં આવ્યા છે. આ બેગમાં સિંહ, વાઘ, દિપડો, હાથી અને હરણ જેવા જાનવરોના ચિત્રો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગિફ્ટમાં મહાબલેશ્વરની સનરાઈઝ કેન્ડલ્સની ખાસ તૈયાર કરેલી મિણબત્તી પણ આપવામાં આવી છે.

રિહાનાની ફિસ
મળતી માહિતી અનુસાર, મુકેશ અંબાણીએ પોપ સ્ટાર રિહાનાને પરફોર્મસ કરવા માટે 74 કરોડ રુપિયા આપ્યા હતા. તો દિલજીત દોસાઝને 4 કરોડ રુપિયા આપ્યા છે. આ ઉપરાંત સલમાન, શાહરૂખ અને આમિરએ ફ્રીમાં પરોફોર્મ કર્યું છે. મહત્વનું છેકે, આટલા વર્ષોમાં પહેલી વાર શાહરૂખ, સલમાન અને આમિરે એક સાથે સ્ટેજ શેર કર્યુ હતું.