December 22, 2024

ઝાકિર નાઈકને એક વર્ષ ભારતમાં રાખો, અડધું ભારત મુસ્લિમ બની જશેઃ મુફ્તી તારિક મસૂદ

Pakistan: ભારતમાંથી ભાગેડુ જાહેર કરાયેલા ઈસ્લામિક વિદ્વાન ઝાકિર નાઈક હાલના દિવસોમાં ચર્ચામાં છે. જો કે, તે તેના કોઈ સારા કાર્યો માટે નહીં પરંતુ તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં છે. હાલ તે પાકિસ્તામાં છે જ્યાંથી તે પોતાના કાર્યક્રમમાં ખોટા નિવેદનો આપી રહ્યા છે. પાકિસ્તાની મૌલાના મુફ્તી તારિક મસૂદે ઝાકિર નાઈક વિશે જે કહ્યું તે વાયરલ થયું છે. તેમણે કહ્યું હતું કે જો ઝાકિર નાઈકને ભારતમાં છૂટા કરવામાં આવે અને તે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરે તો અડધો ભારત ઈસ્લામ અંગીકાર કરીને મુસ્લિમ બની જશે.

ઝાકિર નાઈકને લઈને પાકિસ્તાની મૌલાના મુફ્તી તારિક મસૂદ દ્વારા આપવામાં આવેલ નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. વાયરલ ક્લિપ X પર @pakistan_untold દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. આને અત્યાર સુધીમાં 12 હજારથી વધુ વખત જોવામાં આવ્યું છે. આ સિવાય લગભગ 600 લાઈક્સ મળી છે.

પાકિસ્તાની લોકોના નિશાના પર ઝાકિર નાઈક અને મુફ્તી
એક તરફ ઝાકિર નાઈક તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે પાકિસ્તાનીઓના નિશાના પર છે, જેમાં તેણે એકવાર કહ્યું હતું કે અપરિણીત મહિલા જાહેર સંપત્તિ છે. મૌલાના મુફ્તી તારિક મસૂદ પોતે પણ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને લોકોના ગુસ્સાનો ભોગ બન્યા છે. તેણે હાલમાં જ એક મીટિંગમાં કહ્યું હતું કે પયગંબર મોહમ્મદને વાંચતા-લખતા આવડતું ન હતું, તો આપણે કુરાનમાં લખેલી વાતો પર કેમ વિશ્વાસ કરીએ. આ નિવેદન બાદ પાકિસ્તાનના લોકો તેના લોહીના તરસ્યા બની ગયા અને ઈશનિંદાના આરોપમાં તેને મારી નાખવાની વાત કરવા લાગ્યા. જો કે, સ્થિતિ સમજીને મૌલાનાએ માફી પણ માંગી હતી. પરંતુ લોકોનો ગુસ્સો શમ્યો ન હતો.

આ પણ વાંચો: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ઉકેલ માટે ભગવાનને પ્રાર્થના કરી હતીઃ CJI ચંદ્રચુડ