MS Dhoniએ જસપ્રિત બુમરાહનું નામ કેમ લીધું?
MS Dhoni News: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની હમેંશા ચર્ચામાં રહે છે. તેઓ જે કંઈ બોલે છે તેની પણ ચર્ચા હમેંશા થતી હોય છે. જ્યાં પણ હોય અને ગમે તે બોલે, તે ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બને છે. આઈપીએલ 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આઈપીએલ 2025માં ધોની IPLનો ભાગ બનશે કે નહીં તે પણ મોટો સવાલ છે. જોકે ધોનીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીના સવાલોને ટાળ્યા હતા.
ફેવરિટ બોલર ગણાવ્યો
મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે જસપ્રીત બુમરાહ તેનો ફેવરિટ બોલર છે. તેના મનપસંદ બોલરની પસંદગી કરવી તેના માટે આસાન છે પરંતુ તેમણે કહ્યું કે બેટ્સમેનની પસંદગી કરવી તે ખુબ મુશ્કેલ છે. આનો અર્થ એ નથી કે અમારા બોલરો સારું પ્રદર્શન નથી કરી રહ્યા. તેણે કહ્યું કે બેટ્સમેનમાંથી એકની પસંદગી કરવી મુશ્કેલ છે. આઈપીએલની આગામી સિઝન વિશે તેમને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેણે કંઈ પણ જવાબ આપવાની મનાઈ કરી દીધી હતી.
આ પણ વાંચો: શૂટિંગમાં ભારત માટે વધુ એક મેડલ, સ્વપ્નિલે જીત્યો બ્રોન્ઝ મેડલ
ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
એમએસ ધોની, જેણે ભારત માટે તેની કપ્તાની હેઠળ ત્રણ ICC ટાઇટલ જત્યા છે. 2019 ODI વર્લ્ડ કપ પછી તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ વિશે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને અલવિદા કહ્યું હતું. જોકે હાલ તેઓ ને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છે. પરંતુ આવનારા કેટલા વર્ષ તેઓ IPLમાં રમશે તે વિશે ચર્ચા ચાલી રહી છે પણ તે વિશે મહેન્દ્ર સિંહ ધોની કંઈ કહ્યું નથી.