December 26, 2024

MS Dhoni અને સાક્ષીના Anant Radhikaના પૂજા સમારોહના ફોટા વાયરલ

MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી બંને હંમેશા લાઈમલાઈટમાં રહેતા હોય છે. ખાસ વાત તો એ છે કે આ બંને એટલા સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ નથી. એમ છતાં તેઓ ચર્ચામાં રહે છે. હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. ધોની-સાક્ષી અનંત અંબાણી અને રાધિકાની વિશેષ પૂજા સમારંભમાં ગયા હશે તે સમયની છે. આવતીકાલે અનંત અને રાધિકાના લગ્ન છે. આ પહેલા લગ્ન સંબંધિત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

દેશી લૂક ઘણો પસંદ આવ્યો
લગ્ન પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ બંનેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો અનંત અને રાધિકાના લગ્ન પહેલા યોજાયેલી પૂજા વિધિનીનો છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે ધોની બ્લેક કુર્તા પાયજામામાં છે અને તેની પત્ની સાક્ષી લવંડર ક્લિયર સૂટમાં છે. લોકો આ ફોટો નીચે કોમેન્ટ કરી રહ્યા છે કે સાક્ષી પરી જેવી લાગી રહી છે.

ઓરીના ખભા પર હાથ
આ સિવાય એક અન્ય તસવીર વાયરલ થઈ છે. જેમાં ઓરી મહેન્દ્ર સિંહ ધોની સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે માહીએ ઓરીના ખભા પર હાથ મૂક્યો છે. આ ફોટો શેર કરતી વખતે ઓરીએ લખ્યું હતું કે માહીને કોઈ સ્પર્શ કરી શકશે નહીં.