December 23, 2024

MS Dhoni Sakshi Marriage Anniversary: ધોનીની લવ સ્ટોરીનું આ તથ્ય નથી ફિલ્મમાં

MS Dhoni Sakshi Marriage Anniversary: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આજના દિવસે બરાબર 14 વર્ષ પહેલા સાક્ષી સાથે લગ્ન કર્યા હતા. આ સમયે ધોનીના લગ્નમાં માત્ર તેમના ખાસ સંબંધીઓ અને મિત્ર જ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા પરંતુ આ પહેલા બંનેએ 2 વર્ષ સુધી ડેટ કર્યા હતા ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા હતા.

ફિલ્મમાં નથી આ તથ્ય
ધોની પર એક ફિલ્મ બનેલી છે પરંતુ તે ફિલ્મમાં ઘણા તથ્યોને બતાવવામાં આવ્યા નથી. જે આજ દિન કદાચ કોઈને ખબર નહીં હોય. તમને જણાવી દઈએ કે ધોની અને સાક્ષી એક બીજાને નાનપણથી જ ઓળખે છે. કારણ કે બંનેના પિતા એક જ કંપનીમાં સાથે કામ કરતા હતા. જેના કારણે બંને પરિવાર વચ્ચે પહેલેથી જ સારા સંબધો છે. ધોની અને સાક્ષીએ બંનેએ એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. થોડા જ સમયમાં બંને અલગ ગઈ હતા. તેનું કારણ એ હતું કે સાક્ષીનો પરિવાર દેહરાદૂન શિફ્ટ થઈ ગયો હતો અને ત્યારપછી તેમની વચ્ચે કોઈ સંપર્ક નહોતો થયો. પરંતુ કહેવાય છે કે નસીબમાં જે છે એ મળીને જ રહે છે.

આ પણ વાંચો: Virat Kohliનું ફેવરીટ શિરામણ ખાધું ટીમ ઈન્ડિયાએ

દિલ દઈ બેઠો હતો
આ બાદ ધોની અને સાક્ષી 10 વર્ષ બાદ કોલકાતામાં મળ્યા હતા. વર્ષ 2007માં ટીમ ઈન્ડિયા તાજ હોટલમાં રોકાઈ હતી. આ સમયે સાક્ષી તે હોટલમાં હોટલ મેનેજમેન્ટ માટે ઈન્ટર્નશીપ કરી રહી હતી. સાક્ષીનો તે દિવસ છેલ્લો હતો. નેજર યુધજીત દત્તાએ તેને ધોની સાથે પરિચય કરાવ્યો હતો. આ સમય દરમિયાન માહી સાક્ષીને જોતા જ તેનું દિલ દઈ બેઠો હતો. ત્યારબાદ દત્તાને મેસેજ કરીને સાક્ષીનો નંબર માંગ્યો હતો. આ બાદવર્ષ 2008માં બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. 4 જુલાઈ 2010 ના રોજ, એમએસ ધોની અને સાક્ષીએ દેહરાદૂનમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. આ સમયે ધોનીની પત્ની સાક્ષીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ક્યૂટ પોસ્ટ મૂકી છે. જેમાં લખવામાં આવ્યું છે કે ‘અમારા 15મા વર્ષની શરૂઆત’