ધોનીએ પહાડોની વચ્ચે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ
MS Dhoni Dance IPL 2025: મહેન્દ્ર સિંહ ધોનીને IPL 2025 માટે ચેન્નાઈ સુપર કિંગ્સે અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખ્યો હતો. રિટેન કર્યા પછી તે ફાઈનલ થઈ ગયું છે કે મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલની આવનારી સિઝનમાં ધૂમ મચાવતો જોવા ચોક્કસ મળશે. આ પહેલા ધોનીએ પહાડોની વચ્ચે ડાન્સ કર્યો છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Mahi Dancing on Pahadi Song ! 🕺🤩#MSDhoni #WhistlePodu #Dhoni @msdhoni
🎥 via DJ Paras pic.twitter.com/SWQlD4PyDv— TEAM MS DHONI #Dhoni (@imDhoni_fc) December 3, 2024
આ પણ વાંચો: મંત્રી કે ધારાસભ્યને પેટ્રોલ અને ડીઝલના કેટલા પૈસા મળે છે?
ધોનીનો વીડિયો થયો વાયરલ
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે માહી ત્યાં રહેલા પહાડી લોકો સાથે ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો ઉત્તરાખંડના ઋષિકેશનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગત સિઝનમાં ધોની બાદ રુતુરાજ ગાયકવાડને ટીમની કમાન સોંપવામાં આવી હતી. ધોની વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતા જોવા મળ્યો હતો. ધોનીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ વર્ષ 2019માં રમી હતી. એમએસ ધોનીએ તેની IPL કરિયરમાં અત્યાર સુધી 264 મેચ રમી છે.