December 23, 2024

ધોની-જાડેજા ખેતરોમાં ફરતા જોવા મળ્યા!

MS Dhoni and Ravindra Jadeja: ધોની અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની મિત્રતા કેટલી છે તે તમામ લોકોને ખબર છે. મેદાનની અંદર પણ બંનેની જુગલબંધી સામે વાળી ટીમ માટે ભારે પડી જાઈ છે. ઘણી વખત બંનેના ફોટાઓ સામે આવતા હોય છે. ફરી એક વાર તાજેતરમાં જ જાડેજાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી. CSKના સોશિયલ મીડિયા એકાઉન્ટે આ તસવીરને થોડી એડિટ કરીને તેને શેર કરી છે.

સોશિયલ મીડિયા પર શેર કરી
રવિન્દ્ર જાડેજાએ પોતાના ખેતરમાં ઉભા રહીને એક તસવીર લીધી હતી. જે તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે આ જ તસવીરને થોડી એડિટ કરીને તેમાં ધોનીની તસવીર એડ કરી છે. ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે જાડેજા અને ધોની એકસાથે મેદાનમાં ફરતા હોય અને તે સમયે બંને એકબીજા સાથે મસ્તી કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. CSK દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.

મિત્રતાની અનોખી વાતો
ધોની અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની મિત્રતાની વિશે ઘણી વખત ચર્ચાઓ થતી હોય છે. વર્ષ 2019માં આઈપીએલ સમયેચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સાથે મેચ ચાલી રહી છે. છેલ્લી ઓવરમાં જાડેજાએ સિક્સર મારી હતી. આ સમયે ધોનીએ રમૂજી રીતે બેટ વડે તેના હેલ્મેટ પર હળવાશથી માર્યું હતું. વર્ષ 2022માં પણ ધોનીએ સીએસકેની કપ્તાની જાડેજાને સોંપવાનો નિર્ણય લીધો હતો.