July 4, 2024

મોંઘવારી મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: વધતી જતી મોંઘવારીને લઈ સાંસદ ગેની બેન ઠાકોરે કેન્દ્ર સરકારને આડે હાથે લીધી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારના આંકડા બહાર આવ્યા છે કે જે ખાદ્ય પદાર્થો છે તેની કિંમતો 15 ટકા સુધી વધી છે. એક વર્ષમાં આ કિંમતો 15 ટકા સુધી વધી છે એટલે જે ખાદ્ય પદાર્થો છે જેના થકી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ચાલે છે એની કિંમતોમાં વધારો થયો છે

ખાદ્ય પદાર્થોના ભાવ વડતા આખા દેશની પ્રજા ઉપર આ બોજો પડ્યો છે અને જેને કારણે ગરીબ શ્રમજીવી અને મધ્યમ વર્ગને પોતાનો જીવન નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ બન્યો છે કેન્દ્ર સરકારની આ નીતિ સમજાતી નથી કારણ કે સરસવનું તેલ વનસ્પતિ તેલ સનફ્લાવર તેલની કિંમત એક વર્ષમાં ઘટી છે તુવેર દાળ મા 40 ટકા વધારો છે.

જ્યારે ચા ખાંડ દાળ આટો ડુંગળી ટામેટા બટાકા મીઠું ગોળ દૂધ મસૂર મગ અડદ જેવી ખાદ્ય પદાર્થોની કિંમતમાં કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે 15 ટકા નો વધારો થયો છે એટલે એક તરફ ગરીબોની સરકાર ના પોકલ દાવા થાય છે ત્યારે બીજી તરફ ખાદ્ય પદાર્થોમાં કિંમતો વધારી અને આ સરકાર પ્રજાને વધુથી વધુ ગરીબ બનાવી રહી છે એટલે જો આ દેશના 140 કરોડ લોકોનું જીવન ટકાવી રાખવું હશે ગરીબને વધુ ગરીબ નહીં થવા દેવો હોય તો આ કિંમતોમાં ઘટાડો ખૂબ જરૂરી છે ત્યારે ગરીબોની સરકારના દાવા કરતી આ સરકારના આંકડા જ બતાવે છે કે દેશની આ પ્રજાને કયા હાસિયામાં આ સરકાર ધકેલી રહી છે તે સ્પષ્ટ થાય છે.