January 2, 2025

દિવાળી-છઠ માટે 6000થી વધુ ટ્રેનો દોડશે! પશ્ચિમ રેલવેએ જાહેર કર્યું શેડ્યુલ

Special Trains for Diwali: ભારતીય રેલવે દશેરા, દિવાળી અને મહાપર્વ છઠના અવસર પર નવી ટ્રેનો ચલાવવા જઈ રહી છે. આ માટે રેલવેએ 6000થી વધુ વિશેષ ટ્રેનોના સંચાલનને લીલી ઝંડી આપી દીધી છે. આ ટ્રેનો 30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2024 વચ્ચે ચલાવવામાં આવશે. દર વર્ષે રેલવે તહેવારોના અવસર પર મુસાફરીને સરળ બનાવવા માટે તહેવારી વિશેષ ટ્રેનો ચલાવે છે.

30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે
તહેવારો દરમિયાન તેમના ઘરે આવતા મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે 6000 સ્પેશિયલ ટ્રેનો ચલાવવા જઈ રહી છે. જે 30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2024 સુધી ચાલશે. આ સાથે કેટલીક ટ્રેનોમાં જનરલ કોચ વધારવાની પણ ચર્ચા છે. રેલવેએ આ જાણકારી આપી છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઘણા રેલવે માર્ગો, ખાસ કરીને બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ તરફ જતા, દુર્ગા પૂજા, દિવાળી અને છઠ તહેવારો દરમિયાન ભારે ભીડ જોવા મળે છે.

વૈષ્ણવે કહ્યું કે આ વર્ષની તહેવારોની સિઝન માટે અત્યાર સુધીમાં કુલ 5975 સ્પેશિયલ ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે, જે ગયા વર્ષે 4429 હતી. તેમણે કહ્યું, આનાથી પૂજાના ધસારામાં એક કરોડથી વધુ મુસાફરોને ઘરે જવાનું સરળ બનશે. 9મી ઓક્ટોબરથી દુર્ગા પૂજા શરૂ થશે અને 31મી ઓક્ટોબરે દિવાળી ઉજવાશે. 7 અને 8 નવેમ્બરે છઠ પૂજા કરવામાં આવશે.

ટ્રેન કયા રૂટ પર દોડશે?
ટ્રેન નંબર 09457 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 06 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2024 સુધી ચાલશે.
ટ્રેન નંબર 09458 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 07 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી ચાલશે.
ટ્રેન નંબર 09421 સાબરમતી-સીતામઢી સ્પેશિયલ 05 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ચાલશે.
ટ્રેન નંબર 09422 સીતામઢી-સાબરમતી સ્પેશિયલ 07 ઓક્ટોબરથી 02 ડિસેમ્બર સુધી ચાલશે.