December 28, 2024

મચ્છુ-2 ડેમનું રિપેરિંગ કરવાનો નિર્ણય, દરવાજા 2 ફૂટ ખોલતા 33 ગામ એલર્ટ પર

ડેનિસ દવે, મોરબીઃ જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમનું રીપેરીંગ કામ કરવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે આજરોજ ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા. આ સંદર્ભે નીચાણવાળા વિસ્તારમાં સલામતીના પગલે એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી તાલુકાના 21 ગામ તેમજ માળીયા તાલુકાના 11 ગામને સાવચેત કરવામાં આવ્યા હતા.

250 લોકોને સલામતીના ભાગરૂપે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જીવાદોરી મચ્છુ-2નું કામ 45 દિવસ ચાલશે ત્યારે શહેરીજનોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સિંચાઇ વિભાગ તેમજ જળશય અધિકારીઓ દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું અધિકારી વી.કે પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ પીટી જાડેજાની વાયરલ ઓડિયો અંગે સ્પષ્ટતા, કહ્યુ – સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ

મચ્છુ 2 ડેમનું કામ 45 દિવસ ચાલશે, ત્યાં સુધી લોકોને પાણીની સમસ્યા રહેશે નહીં. હાલ તો પાણી છોડતા શહેરીજનો દ્વારા ડેમ નજીક તેમજ મચ્છુ નદી કાંઠે આવી પહોંચ્યા હતા. તેમજ પાણી છોડવાનો નજારો જોઈને ખુશી જોવા મળી હતી.