December 18, 2024

ચોમાસા પહેલાં Remal Cyclone આવવાની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Credit: Windy.com

અમદાવાદઃ ચોમાસા પહેલાં વાવાઝોડાની મોટી આફત આવે તેવી શક્યતા છે. ત્યારે વરસાદની શરૂઆત પહેલાં રેમલ વાવાઝોડાનો ખતરો વધ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગે આ અંગે તમામ માહિતી આપી છે.


બંગાળની ખાડીમાં વાવાઝોડું ગંભીરરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. 24 કલાકમાં લૉ-માર્ક પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે. કાલે બપોર સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. ત્યારે રવિવારે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ સુરત-ધુલિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત; 3 મોત, 7 ઇજાગ્રસ્ત

હાલ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ઓડિશાના બાલેશ્વરની વચ્ચે પશ્ચિમ બંગાળના સમુદ્રમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝોડાની ગતિ 117 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે દરિયાકાંઠે ચહલપહલ વધુ જોવા મળશે.

આ પણ વાંચોઃ હિટવેવથી મોતના આંકડા વધ્યાં, સુરત સ્મશાન ગૃહમાં દરરોજ 18નાં અંતિમ સંસ્કાર

વાવાઝોડાને લીધે દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ત્યારે ગુરુવારથી લઈને રવિવાર સુધી હવામાન વિભાગે માછીમારોને દરિયામાં જવા માટે પ્રતિબંધ જાહેર કર્યો છે. આ ઉપરાંત દરિયાકિનારાના વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે.