November 18, 2024

દેશમાં આ રાજ્યોમાં વરસાદની આગાહી, Gujaratમાં આ વિસ્તારમાં પડશે વરસાદ

Monsoon In India 2024: દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે. ગરમીથી લોકો કંટાળી ગયા છે. પરંતુ હવામાન જાણે સંતાકૂકડી રમી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. આવો જાણીએ હવામાન વિભાગે શું કરી આગાહી.

વરસાદની સંભાવના
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, સૌરાષ્ટ્ર, કચ્છ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમામાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તામિલનાડુ, પુડુચેરી, કરાઇકલ અને માહેમાં 8 જૂન સુધીમાં વરસાદ પડી શકે છે. 2થી3 દિવસમાં બિહાર, ઝારખંડ, ગંગાના પશ્ચિમ બંગાળમાં વરસાદ પડી શકે છે. આગામી 2-3 દિવસમાં બિહાર, ઝારખંડ, ગંગાના પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશમાં પણ આવુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: દિલ્હી-યુપી સહિત 8 રાજ્યોમાં ગરમી યથાવત, ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની શક્યતા

ગુજરાતમાં હવામાનની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના 10 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથમાં, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દિવ – દમણ, દાદરાનગરમાં આવતીકાલે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ છે. જેના કારણે ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે. જોકે ગુજરાતમાં ચોમાસું સામાન્ય તારીખ પહેલા બેસી જવાનું હવામાન વિભાગનુ પૂર્વાનુમાન છે. ખેડૂતો પણ વરસાદની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. આવનારા સમયમાં જો સારો વરસાદ પડશે તો ખેડૂતો વાવણી કરી શકશે.