Gujarat Monsoon 2024: ગુજરાતમાં આ દિવસે થશે ચોમાસાની પધરામણી
Gujarat Monsoon: દેશમાં હાલ દરેક વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે. ખેડૂતો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ ચોમાસું અંદામાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે. આ તમામ વાત વચ્ચે સવાલ એ છે કે ગુજરાતમાં કયા દિવસે મેઘરાજાની પધરામણી થશે? આવો ગુજરાતની સાથે તમામ રાજ્યવાર લિસ્ટ જાણીએ કે કયા રાજ્યમાં કઈ તારીખે વરસાદનું થશે આગમન.
દેશમાં હાલ ગરમીનો માર
દેશના દરેક વિસ્તારમાં હાલ ભારે ગરમી પડી રહી છે. લોકો ગરમીના કારણે કંટાળી ગયા છે. ભારે ગરમીના કારણે લોકોમાં બિમાર પણ પડી રહ્યા છે. ગરમીથી કંટાળીને લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ ગરમીથી તમને જલ્દી રાહત મળી શકે છે. કારણ કે નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે. જેના કારણે થોડા જ દિવસોમાં તે ભારતમાં આવી જશે. મહત્વની વાત એ છે કે તમામ હવામાન નિષ્ણાતે જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું વહેલું છે.
વરસાદની થશે પધરામણી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 1 જુન સુધી દેશના કેરળ ત્યારબાદ પોંડિચેરી અને તમિલનાડુમાં ચોમાસાનું આગમન થઈ જશે. કર્ણાટક, ગોવા, આસામ, ત્રિપુરા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં 5 જૂન સુધી વરસાદ આવી જશે. તેલંગણા અને સિક્કિમ મહારાષ્ટ્રમાં મોટા ભાગે 10 જૂન સુધી ચોમાસાનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં 15 જૂન સુધી મોટા ભાગે વરસાદનું આગમન થઈ જતું હોય છે.
આ પણ વાંચો: દિલ્હીમાં વરસાદની શક્યતા, ગુજરાતનું હવામાન કેવું રહેશે?
આ તારીખમાં પડી શકે છે વરસાદ
રાજ્યોના નામ અંદાજિત તારીખની વાત કરવામાં આવે તો ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઓડિશા, ગુજરાત, મધ્ય પ્રદેશ 15 જૂન 2024, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ 20 જૂન 2024, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન 30 જૂન 2024, કેરળ, પુડુચેરી, તમિલનાડુ 1 જૂન 2024, કર્ણાટક, ગોવા, આસામ, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ 5 જૂન 2024, તેલંગાણા, સિક્કિમ, મહારાષ્ટ્ર 10 જૂન 2024ના વરસાદનું આગમન થઈ શકે છે.