December 21, 2024

PAYTM એપમાં પૈસા ફસાઈ ગયા કે શું? 29 ફેબ્રુઆરી બાદ શું થશે? 

યશ ભટ્ટ,અમદાવાદ: RBIના કડક પગલાને કારણે PAYTM ઉપયોગ કરનારા લોકોમાં ભારે મુંઝવણ છે. શું બંધ થશે અને શું યથાવત રહેશે તેને લઈને આ મુંઝવણ આજે ન્યૂઝ કેપિટલ પર આજે દૂર કરી દઈએ. PAYTM કંપનીના માલિકી વન 97 કોમ્યુનિકેશન PAYTM લીમીટેડ નામની કંપની પાસે છે. આ કંપની હેઠળ ઘણી સબસીડરી એટલે કે પેટા કંપનીઓ છે. જેમાં વોલેટ અને UPI કારોબાર અલગ છે. તથા જે કંપની સાથે RBI ને તકલીફ છે તે PAYTM પેમેન્ટ્સ બેન્ક અલગ કંપની છે.

PAYTM કરો
કંપનીના ફાઊન્ડર અને MD વિજય શેખર શર્માએ ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું છે કે “દરેક PAYTM ના યૂઝર્સ માટે, આપની પસંદીદા એપ પર કામકાજ શરૂ છે, અને 29 ફેબ્રુઆરી બાદ પણ તે કામ કરતી રહેશે. આપના અડગ સપોર્ટ માટે આપ સહુને હું અને દરેક PAYTM મેમ્બર સલામ કરીએ છીએ. દરેક પડકાર સામે એક તો ઉકેલ હોય જ. હા અમે રાષ્ટ્રસેવામાં દરેક નિયમોનું પાલન કરીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત વિશ્વમાં પેમેન્ટ ઈન્નોવેશન તથા તેના ફાઈનાન્શીય સર્વિસમાં સમાવેશ માટે સતત પુરસ્કૃત તો રહેશે જ. તથા PAYTM કરો તેનો સહુથી મોટો ચેમ્પીયન બનેલો રહેશે.”

આ પણ વાચો: Apple Aiના એંધાણ, CEOએ આપી દીધા મોટા સંકેત

યોગ્ય પગલાં લેવાની કોશિષ
કંપનીના પ્રેસિડેન્ટ અને ગ્રૂપ CFO મધુર દેઓરા દ્વારા પણ સ્પષ્ટતા આપી નિવેદન અપાયું છે. તેમના મતે “લોકોને એવું લાગતું હશે કે PAYTM અને PAYTM પેમેન્ટસ બેન્ક બન્ને એક જ કંપની છે. પરંતુ ડિઝાઈનથી લઈને તેના સ્ટ્રક્ચર સુધી તેમાં કોઈ સરખામણી નથી, અને ક્યારેય કોઈ સરખામણી થઈ પણ ન શકે.” તેમણે લોકોને સમજાવ્યું છે કે RBIને જે મુદ્દે આપત્તિ છે તેનો અમે જલ્દી ઉકેલ લાવીશું અને દરેક મુદ્દે યોગ્ય પગલાં લેવાની કોશિષ કરીશું.

RBIના PAYTM પેમેન્ટ્સ બેન્ક વિરૂદ્ધ દિશા નિર્દેશ 
RBI ફિલહાલ PAYTMની અસોસીએટ બેન્ક PAYTM પેમેન્ટ્સ બેન્કનું ઓપરેટીંગ લાઈસંસ રદ્દ કરવા મુદ્દે વિચારણા કરી રહ્યું છે. એક વખત આ બેન્કમાં ડિપોઝીટર્સના હિતને સુરક્ષીત કરી લેવામાં આવે ત્યારબાદ આવું કોઈ પગલું લેવાઈ શકે છે. આથી જ 29 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે.

મોટા આરોપો
29 ફેબ્રુઆરી બાદ PAYTM પેમેન્ટ્સ બેન્ક પોતાના ગ્રાહતોને તેમના સેવીંગ્સ અકાઉ્ટ અથવા તેમના ડિજીટલ પેમેન્ટ વોલેટમાં પૈસા જમા કરવા નહીં દે. જોકે હજુ પણ આ મુદ્દે RBIએ આખરી નિર્ણય જાહેર કર્યો નથી. પરંતુ તેમણે PAYTM પેમેન્ટ્સ બેન્ક લોન આપતા સમયે KYCમાં બાંધછોડ કરી રહી છે તેવો આરોપ મુક્યો છે. ગ્રાહકોના ડોક્યૂમેન્ટેશનના નિયમોનું યોગ્ય પાલન નથી થયું તેવું આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે. RBIના મતે હજ્જારો PAYTM બેન્ક યૂઝર્સ દ્વારા હજુ સુધી KYC ડોક્યુમેન્ટ જ જમા નથી કરવામાં આવ્યા. જેથી અહીં મની લોન્ડરીંગ જેવા મોટા આરોપો લાગી શકે છે.

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ

UPI ટ્રાન્ઝેક્શનમાં પરિવર્તન
ટૂંકમાં 29 ફેબ્રુઆરી સુધીમાં તમારે તમારા PAYTM વોલેટ અને PAYTM બેન્ક અકાઉન્ટમાંથી રૂપીયા હટાવી લેવા જોઈએ. હાલની સ્થિતી પ્રમાણે PAYTM એપ પરથી થતા UPI ટ્રાન્ઝેક્શનમાં કોઈ પરિવર્તન થવાનું નથી. તે યોગ્ય રીતે કામ કરતું રહેશે. માત્ર વોલેટ અને PAYTM બેન્ક અકાઉન્ટમાં જમા થયેલા રૂપીયાને જ અસર થઈ શકે છે.