ટ્રમ્પની ટેરિફ પોલિસીથી વિશ્વભરના શેરબજારોમાં ભૂકંપ, રોકાણકારોએ આટલા લાખ કરોડ ગુમાવ્યા

Monday Stock Market: આજે 7 એપ્રિલના રોજ શેરબજારમાં વર્ષનો બીજો મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 3000 પોઈન્ટથી ઘટીને 72,300ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીની વાત કરવામાં આવે તો નિફ્ટી 900 પોઈન્ટ (4.50%) ઘટ્યો છે. તે 22,000ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4,03,41,043 કરોડ રૂપિયા હતું, જે હવે ઘટીને 3,83,95,173 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ રીતે, રોકાણકારોના 19 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
આ પણ વાંચો: MS Dhoniએ આખરે નિવૃત્તિની અટકળો પર પોતાનું તોડ્યું મૌન, વાત જાણીને તમને પણ લાગશે આઘાત
સેન્સેક્સના 30 શેરોમાં મોટો ઘટાડો
સેન્સેક્સના તમામ 30 શેર નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ઇન્ફોસિસના શેર લગભગ 10% ઘટ્યા છે. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને L&Tના શેર પણ 8% ઘટ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 7% ના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. નિષ્ણાતોનું આ વિશે માનવું છે કે ટેરિફ વિશ્વભરના અર્થતંત્રોને અસર કરશે અને કોર્પોરેટ કમાણીને અસર કરશે. આ જે આશંકા સેવાઈ રહી છે. જેના કારણે રોકાણકારો ચિંતામાં જોવા મળી રહ્યા છે. જેના કારણે તેઓ વેચાણમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. આ જ કારણ છે કે જેના કારણે બજાર ઘટી રહ્યું છે. ટેરિફના કારણે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે બજારમાં ઘટાડો દર્શાવે છે કે રોકાણકારો આંતરરાષ્ટ્રીય વેપારના ભવિષ્ય વિશે કેટલા ચિંતિત છે.