Pakistan ટીમને માત આપનાર ગુજ્જુ બોય, Gujaratની ટીમમાં હતું ખાસ સ્થાન
T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024 નો સૌથી મોટો અપસેટ યુએસએની ટીમ દ્વારા ગુરૂવારના રોજ કરવામાં આવ્યો હતો. ડલાસના સ્ટેડિયમમાં પાકિસ્તાનના ખેલાડીઓને અમેરિકાની ટીમમાંથી મૂળ ભારતીય ખેલાડીઓ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેમાં ગુજરાતના આણંદ જિલ્લાના મોનાંક પટેલ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આવો જાણીએ આ મોનાંક પટેલ વિશે કે જેણે પાકિસ્તાનની ટીમનો વારો પાડી દીધો.
અમેરિકાની ક્રિક્રેટ ટીમનુ નેતૃત્વ
મોનાંકે પાકિસ્તાન સામે 38 બોલમાં 50 રનની અડધી ફટકારી હતી. સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મોનાંક ગુજરાતના આણંદના છે. 2016 માં અમેરિકામાં તે સ્થાયી થયો હતો. તે 2018 વર્લ્ડ T20 અમેરિકા ક્વોલિફાયરમાં છ ઇનિંગ્સમાં 208 રન સાથે ટોપ સ્કોરર હતો અને 2019માં તેણે T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. આણંદ ડિસ્ટ્રીક્ટ ક્રિક્રેટ એસોસીએશનનું ગૌરવ એવા મોનાંક પટેલ હાલમા અમેરિકાની ક્રિક્રેટ ટીમનુ નેતૃત્વ કરી રહ્યો છે. T20 World Cup 2024માં USA vs Pakistanની મેચમાં 50 રન નોધાવી મેન ઓફ ધ મેચ બન્યો છે. તેમજ પાકિસ્તાન જેવી મોટી ટીમના ખેલાડીઓ સામે શાનદાર પ્રદર્શન કરી સમગ્ર વિશ્વમાં આણંદ ડિસ્ટ્રીક્ટ ક્રિક્રેટ એશોસીએશનનુ નામ સુર્વર્ણાક્ષરે અંકિત કર્યુ છે. મોનાંક પટેલે વર્લ્ડકપ 2024માં રમતા પુર્વે માર્ચ-એપ્રિલ મહિનામાં આણંદ ડિસ્ટ્રીક્ટ ક્રિક્રેટ એશોસીએશનના ગ્રાઉન્ડ ઉપર ડિસ્ટ્રીક્ટ પ્લેયર્સ સાથે પ્રેક્ટિસ કરી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનને હરાવનાર ભારતીય મૂળનો ખેલાડી સૌરભ નેત્રાવલકર કોણ છે?
ગૌરવ હાંસલ કર્યું
મોનાંક પટેલ આણંદ ડિસ્ટ્રીક્ટ ક્રિક્રેટ એસોસીએશન તરફથી અંડર-15, અંડર-19 તથા સિનીયરમાં પણ કેપ્ટનશીપ કરી છે. અંડર 15 (2006-2007)માં ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ટુર્નામેન્ટમાં સુરત સામે 144 રન તથા ભરૂચ સામે 166 ૨ન બનાવી ગુજરાતની ટીમમાં સ્થાન મેળવવાનુ ગૌરવ હાંસલ કર્યું હતું. ગુજરાત તરફથી ટૂર્નામેન્ટોમાં રમતા ત્યારે તેઓની સાથે જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલ ભારતની ટીમ તરફથી રમતા હતા. તેઓના પિતા દિલીપ પટેલ તથા કાકા ચિંતન પટેલ પણ આણંદના સારા ક્રિક્રેટર રહી ચુક્યા છે. આણંદ ડિસ્ટ્રીક્ટ ક્રિક્રેટ એશોસીએશન આગામી ભવિષ્યમા મોનાંક પટેલ ઉત્કૃષ્ટ પ્રદર્શન, સારૂ પરફોર્મન્સ કરી યુએસએને સેમીફાઈનલ, ફાઈનલ સુધી લઈ જાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.