December 23, 2024

Mohammed Shami એ જીમમાં ટ્રેનિંગ શરૂ કરી, વીડિયો વાયરલ

Mohammed Shami fitness: ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ ક્રિકેટ એક્શનમાં વાપસી કરી છે. તમને જણાવી દઈએ કે 33 વર્ષીય ફાસ્ટ બોલરે ODI વર્લ્ડ કપ બાદ એકપણ મેચ રમી નથી. હવે તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જીમનો એક વીડિયો શેર કર્યો છે. “પુનરાગમન કરવાની ઇચ્છા મને મારો મજબૂત આત્મવિશ્વાસ આપે છે.”

મોહમ્મદ શમીએ આ વીડિયો શેર કર્યો છે
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મોહમ્મદ શમીએ જીમમાં ઘણી વેઈટ ટ્રેનિંગ કરી રહ્યો છે. તે શરીરનું વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકો તેમના વર્કઆઉટ વીડિયો જોઈને ઘણા ખુશ જોવા મળી રહ્યા હતા. અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા હતા. એક યુઝરે કમેન્ટ કરી, “સાહેબ જલ્દી પાછા આવો.” જ્યારે બીજા યુઝરે કહ્યું, “ભાઈ, આપણે 2027નો ODI વર્લ્ડ કપ જીતવો છે.”

આ પણ વાંચો: કોણ છે તનુજા કંવર? જેને મહિલા એશિયા કપ 2024માં UAE સામે ડેબ્યૂ કરવાની મળી તક

શમી એડીની ઈજાથી પીડિત છે
તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ 2023 બાદ મોહમ્મદ શમી એડીની ઈજાના કારણે પરેશાન હતો. શમીની ઈજા એટલી ગંભીર હતી કે તેને સર્જરી કરવાનો વારો આવ્યો હતો. શમીની આ વર્ષની શરૂઆતમાં સર્જરી થઈ હતી. IPL અને T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. શમીએ ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું, માત્ર 7 મેચમાં 24 વિકેટ લીધી હતી.