December 27, 2024

મોહમ્મદ શમી સંપૂર્ણ રીતે ફિટ છે, કહી આ વાત

Mohammed Shami: મોહમ્મદ શમીના વાપસીની તેમના ચાહકો રાહ જોઈ રહ્યા છે. ઈજાના કારણે ટીમની બહાર થયેલા શમીએ પોતાની ફિટનેસને લઈને અપડેટ આપ્યું છે. આવો જાણીએ શમીએ શું કહ્યું.

પીડામાંથી મુક્ત થયો
એક રિપોર્ટ પ્રમાણે શમીએ કહ્યું, “હું હવે પીડામાંથી મુક્ત થયો છું. ગઈકાલે બેંગલુરુમાં બોલિંગ સત્રમાં મને ખરેખર સારું લાગ્યું હતું. હું ખાતરી કરવા માંગુ છું કે હું પૂરતી બોલિંગ સાથે ઓસ્ટ્રેલિયા જાઉં. લક્ષ્ય છે. રણજી ટ્રોફીમાં એક કે બે મેચ માટે નક્કી કરવામાં આવ્યું છે. હવે મહત્વની વાત એ છે કે રણજી ટ્રોફીની મેચ ક્યારે રમાવાની છે. જો શમી વાપસી થાય છે તો જોવાનું રહ્યું કે શમી કેવું પ્રદર્શન કરે છે. શમી માટે ટીમમાં પુનરાગમન કરવા માટે રણજી સારો વિકલ્પ કહી શકાય.

આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

વાપસી કરવાનો પ્રયાસ
શમી છેલ્લા 1 વર્ષથી એક પણ મેચ રમ્યો નથી. 19 નવેમ્બર, 2023ના શમીએ તેની છેલ્લી મેચ રમી હતી. આ પછીથી તે વાપસી માટે સતત પ્રયત્ન કરી રહ્યો છે. શમી એક ફાસ્ટ બોલર છે અને તે ત્રણેય ફોર્મેટ ભારત માટે રમી રહ્યો છે. તે 64 ટેસ્ટમાં , 101 વનડે અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. T20 ઈન્ટરનેશનલમાં 24 વિકેટ ઝડપી છે. શમી સતત ચર્ચામાં રહે છે તે ક્રિકેટના મેદાનમાં ના હોવા છતાં તે લોકો વચ્ચે લોકપ્રિય છે.