December 16, 2024

મોહમ્મદ શમીનો અચાનક કેવી રીતે બદલાયો લુક?

Mohammed Shami Hair: મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા પર પોતાના નવા હેરકટની કેટલીક તસવીરો શેર કરી હતી. જેને જોઈને તેમના ચાહકો ચોંકી ગયા હતા.

લોકો ચોંકી ગયા
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી થોડા જ દિવસ પહેલા પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે તેમના ફોટો શેર કર્યા છે. ફોટો એવા છે કે જેને જોઈને મોટા ભાગના લોકો ચોંકી રહ્યા છે.

કારણ કે જો તમે અંદાજે એક વર્ષ પહેલા જુઓ તો મોહમ્મદ શમીના માથા પર બિલકુલ વાળ જોવા મળી રહ્યા ના હતા. લગભગ એક વર્ષ પહેલા શમીના માથા પર ભાગ્યે જ કોઈ વાળ બચ્યા હતા અને આ ફોટો જે તેણે શેર કર્યા છે તેમાં તો તે કંઈ અલગ જ જોવા મળી રહ્યો છે.

2023 ODI વર્લ્ડ કપ દરમિયાન પણ શમીના માથા પર ખુબ ઓછા વાળ જોવા મળી રહ્યા હતા. પછી અચાનક શમીના વાળમાં ફરક અચાનક કેમ આવી ગયો? તેના વાળનું રહસ્ય શું છે? તેના વિશે સતત ચર્ચાઓ થઈ રહી છે.

 

આ પણ વાંચો: આહા…ક્યા પ્યાર હૈ! પ્રેમ માટે કરોડોની દૌલતને લાત મારી દીધી

શમીએ થોડા સમય પહેલા જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને હવે તેના માથા પર ખૂબ જ ગ્રોથ વાળા વાળ જોવા મળી રહ્યા છે. તો હેર ટ્રાન્સપ્લાન્ટ એ શમીના વાળનું રહસ્ય છે.

 

નોંધનીય છે કે ઈજાના કારણે શમી લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો છે. તેણે 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. બાદમાં તે ટીમ ભારત માટે રમ્યો નથી.

 

ભારતીય ફાસ્ટ બોલરની પગની ઘૂંટીની સર્જરી આજ વર્ષમાં ફેબ્રુઆરી 2024માં કરવામાં આવી હતી. આ દિવસોમાં તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે.