January 17, 2025

મોહમ્મદ શમી શું ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે?

IND vs AUS Mohammed Shami: એક વર્ષથી ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ શમીની વાપસીની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકે છે તેવી સંભાવનાઓ હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી. પરંતુ તુ રણજી ટ્રોફીમાં બંગાળ માટે શાનદાર પ્રદર્શન કર્યા પછી ફરી તેની ચર્ચા થવા લાગી છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

શમી બીજી ટેસ્ટથી ટીમ ઈન્ડિયા સાથે
મોહમ્મદ શમીના બાળપણના કોચ મોહમ્મદ બદરુદ્દીને પોતાની વાતમાં જણાવ્યું કે શમી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ પછી ટીમ સાથે જોડાઈ શકે છે. બદરુદ્દીને પોતાની વાતમાં જણાવ્યું કે શમીએ પોતાની ફિટનેસ સાબિત કરી છે. શમીએ પોતાની ફિટનેસ સાબિત કરી છે અને રણજી ટ્રોફીમાં પણ સારી વિકેટ લીધી છે. જેના કારણે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસના બીજા ભાગમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પગની સર્જરી અને ઉંમરને કારણે તેને રિકવરીમાં થવામાં ઘણો સમય લાગ્યો હતો.