મોહમ્મદ શમી માટે ટીમ ઈન્ડિયામાં વાપસીના રસ્તા બંધ! ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા મોટા સમાચાર
Mohammed Shami: બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. મોહમ્મદ શમી ફરી એકવાર ઈજાગ્રસ્ત થયો છે. એક અહેવાલ મુજબ, પગની ઈજામાંથી સાજા થઈ રહેલા શમીને હવે સાઇડ સ્ટ્રેન ઈન્જરી થઈ ગઈ છે. જેના કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં તેની વાપસીની શક્યતાઓ લગભગ બંધ થઈ ગઈ છે. હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યોજાનારી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં રમવાની તેની છેલ્લી આશા પણ સમાપ્ત થઈ ગઈ છે.
ઈજાના કારણે રણજીમાંથી બહાર
બંગાળને આગામી થોડા દિવસોમાં કર્ણાટક અને મધ્યપ્રદેશનો સામનો કરવાનો છે. શમીને તેમાં રમવાની અપેક્ષા હતી. આ બે મેચમાં તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પોતાની ફિટનેસ સાબિત કરવાની હતી. પરંતુ સુત્રોએ જણાવ્યું છે કે પગની ઈજામાંથી સાજા થઈ રહેલા શમીને હવે સાઇડ સ્ટ્રેઈન ઈજા થઈ છે. આ એક પ્રકારની સ્નાયુની ઈજા છે.
જેના કારણે તેને રણજી ટ્રોફી ટીમમાં સ્થાન પણ નહોતું મળ્યું. બંગાળ ક્રિકેટ એસોસિએશનના પસંદગીકારોએ આગામી બે રણજી ટ્રોફી મેચો માટે ટીમની જાહેરાત કરી હતી પરંતુ તેમાં શમીનું નામ નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા તેને ઘૂંટણમાં સોજાની સમસ્યા હતી. જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સિરીઝમાં ભાગ લઈ શક્યો ન હતો.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળા વચ્ચે કલમ 370 હટાવવાનો ઠરાવ પસાર
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
મોહમ્મદ શમી થોડા દિવસો પહેલા જ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન તેણે ફિટ હોવાની વાત પણ કરી હતી. શમીએ ખુલાસો કર્યો હતો કે તેને ખ્યાલ છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમને કેવા પેસ એટેકની જરૂર છે. આ માટે તે સખત મહેનત કરી રહ્યો છે અને શક્ય તેટલો સમય મેદાન પર વિતાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા જતા પહેલા તેણે રણજી ટ્રોફીમાં રમવાની વાત પણ કરી હતી. જો કે હવે તેને પરત ફરવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. આનાથી ભારતીય ટીમને પણ મોટો ફટકો પડ્યો છે. ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતીય ટીમ મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરવા માંગતી હતી. પરંતુ શમીની ગેરહાજરીને કારણે બોલિંગ નબળી દેખાઈ શકે છે કારણ કે સિરાજ ફોર્મમાં નથી.