January 19, 2025

મોહમ્મદ ઈલિયાસ- વિજય- BJ…. આરોપી બદલતો રહ્યો નામ, કોણ છે સૈફ અલી ખાન પર હુમલો કરનાર

Mumbai: સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવાના મુખ્ય આરોપીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આરોપીનું નામ મોહમ્મદ આલિયાન ઉર્ફે મોહમ્મદ ઇલ્યાસ/વિજય દાસ છે. મુંબઈ પોલીસે તેની મહારાષ્ટ્રના થાણેથી ધરપકડ કરી છે. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આરોપીના પોલીસ રિમાન્ડ લેશે. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી મોહમ્મદ ઇલ્યાસ, વિજય દાસ, બીજે અને બિજોય જેવા અનેક નામોથી રહેતો હતો. પકડાઈ જવાના ડરથી તે વિજય દાસ તરીકે ખોટું નામ આપી રહ્યો હતો.

આરોપીની મુંબઈના થાણેથી ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીનું નામ મોહમ્મદ અલિયાન ઉર્ફે બીજે છે. આરોપી થાણેના એક બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન બાદ સૈફ પર હુમલાના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેને હીરાનંદાની એસ્ટેટમાં એક બાંધકામ સ્થળ પરથી શોધી કાઢ્યો, જ્યાં તે ઝાડીઓમાં છુપાયેલો હતો.3

આ પણ વાંચો: હું ઠીક તો થઈ જઈશ… કેટલું લોહી વહી ગયું? ભાનમાં આવતા સૈફ અલી ખાને ડોક્ટરને પૂછ્યા સવાલ

આરોપી વિજય દાસે પોતાનો ગુનો કબૂલી લીધો
લાંબી શોધખોળ બાદ, તેને પકડી લેવામાં આવ્યો અને બાંદ્રા પોલીસને સોંપવામાં આવ્યો. તેની ધરપકડથી આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે ધરપકડ બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. પોલીસ આ આરોપીના રિમાન્ડ લેશે અને તેની પૂછપરછ કરશે કે આરોપી સૈફ અલી ખાનના ઘરમાં કેમ ઘુસ્યો, તેનો હેતુ શું હતો અને તેણે સૈફ અને તેના સ્ટાફ પર જીવલેણ હુમલો કેમ કર્યો?