November 22, 2024

મોદી કેબિનેટે લીધા આ મોટા નિર્ણયો: 2028 સુધી મફત અનાજ, બોર્ડર પર નવા રસ્તા…

Union Cabinet Decisions: આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે ડિસેમ્બર 2028 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને અન્ય લાભાર્થી યોજનાઓ હેઠળ મફત અનાજ વિતરણ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. જેમાં 17,082 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જે સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર ભોગવશે.

પાક બોર્ડર પર રસ્તાનું નિર્માણ થશે
કેબિનેટની બેઠક બાદ લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં 2280 કિલોમીટરના રસ્તા બનાવવાનો નિર્ણય પણ કેબિનેટમાં લેવામાં આવ્યો છે. આ કામમાં 4406 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

ગુજરાતના લોથલને ભેટ મળી
આ સાથે કેબિનેટે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણના પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરવાનો છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું કે આ વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ હેરિટેજ સંકુલ હશે.