November 15, 2024

પંચમહાલમાં જામ્યો વરસાદ માહોલ, અનેક તાલુકાઓમાં ધોધમાર મેહુલો

પંચમહાલ: રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. અમુક વિસ્તારોને બાદ કરતાં લગભગ મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. જેમાં આજે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. ત્યારે આજે, આદિવાસી બહુલતા ધરાવતા પંચમહાલ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ થયો છે.

મળતી માહિતી મુજબ, આજે પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાંક વિસ્તારોમાં ભારે ઝાપટા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. આજે જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં, હાલોલ, કાલોલ, ગોધરા સહિત મોટાભાગના તાલુકાઓમાં અને ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

તો, આજે પંચમહાલ જિલ્લામાં વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો હાલોલમાં છેલ્લા 2 કલાકમાં 50 mm વરસાદ વરસ્યો છે, તો કાલોલમાં છેલ્લા 2 કલાક માં 16 mm વરસાદ થયો છે. તો, ગોધરા શહેરા, મોરવા હડફ, ઘોઘંબા, જાંબુઘોડા તાલુકામાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાંક દિવસોથી સતત થઈ રહેલા વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.