December 19, 2024

Kutch : ભુજની પાલારા જેલમાંથી મળ્યા મોબાઈલ

ભુજની ખાસ જેલમાંથી ફરી મોબાઈલ મળ્યાની ઘટના સામે આવી છે. જેલના બેરક નંબર 5 અને 8માંથી પોલીસ તપાસ બાદ ત્રણ મોબાઈલ મળી આવ્યા છે. જેમાં 2 સાદા અને 1 એન્ડ્રોઈડ ફોન મળી આવ્યો છે. જે અંગે પાલાકા જેલ વિભાગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ જેલમાંથી મોબાઈલ મળ્યાની ઘટનાઓ બની છે.

પાલારા જેલ સરહદીય વિસ્તારમાં આવેલી ખાસ જેલ છે. તેમાં અવારનવાર ફોન અને સીમકાર્ડ પકડાયાની ઘટનાઓ બની રહી છે. જેલ વિભાગ અને પોલીસની કડક સુરક્ષા વચ્ચે પણ કેદીઓ પાસે ફોન કેવી રીતે પહોંચી જાય છે. એ એક મોટો પ્રશ્ન બનીને ઊભો છે. ગત સાંજે જેલમાંથી ત્રણ મોબાઈલ પકડાયા છે. આ પહેલા સમગ્ર રાજ્યમાં એક સાથે જેલમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એ સમયે પણ ભુજની આ જેલમાંથી એકસાથે 6 મોબાઈલ મળી આવ્યા હતા. આ ઉપરાંત જેલમાંથી જ હનીટ્રેપ જેવા ગુનાઓ થયા હોવાના પણ પુરાવા મળ્યા હતા. વર્ષ 2022ની વાત કરીએ તો એ સમયે પણ 2 મોબાઈલ સાથે કેદીઓ ઝડપાયા હતા.