IND vs SL 2nd ODI: પહેલા જ બોલ પર દેખાયો મોહમ્મદ સિરાજનો જાદુ
India vs Sri Lanka 2nd Odi: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા જ બોલ પર મોહમ્મદ સિરાજે પથુમ નિસાંકાને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ સાથે સિરાજે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.
એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી
પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. પહેલા જ બોલ પર મોહમ્મદ સિરાજે પથુમ નિસાંકાને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ સાથે સિરાજે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. સિરાજ શ્રીલંકા સામેની ODIમાં પ્રથમ બોલ પર વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. આ પહેલાની વાત કરવામાં આવે તો ઝહીર ખાને બે વખત અને પ્રવીણ કુમાર એક વખત આ કારનામું કરી ચુક્યા છે.
પ્રથમ ઓવર મેડન
સિરાજે ભારત માટે પ્રથમ ઓવર ફેંકી હતી. જેમાં આ ઓવરમાં એકપણ રન ન આપ્યો અને 1 વિકેટ લીધી હતી. બોલ બેટની કિનારી લઈને સીધો કેએલ રાહુલના હાથમાં ગયો હતો. નિસાન્કાએ શ્રેણીની પ્રથમ વનડેમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 75 બોલમાં 56 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: Lakshya Sen Live: લક્ષ્ય અને એક્સેલસેન વચ્ચેની સેમિફાઈનલ મેચ શરૂ
ભારતની પ્લેઈંગ ઈલેવન
શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન
સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા (કેપ્ટન), ઝેનિથ લિયાનાગે, પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (wk), ડુનિથ વેલેઝ, જેફરી વાન્ડેરસે, અકિલા ધનંજય, કામિન્દુ મેન્ડિસ, અસિથા ફર્નાન્ડો.