January 17, 2025

વિદેશ જતા યુવકના ડેટામાં ‘Kandla Port’ની જોડણીમાં ભૂલ દેખાઈ અને થઈ ધરપકડ

દિલ્હી: સ્પેલિંગની એક નાની ભૂલે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર હરિયાણાના મુસાફર રિંકુ માટે મોટી મુશ્કેલી ઊભી કરી હતી. એક નાની ભૂલને કારણે તેને બધાની સામે શરમનો સામનો કરવો પડ્યો હતો અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો વધુ ગંભીર બન્યો કારણ કે આ ભૂલ પાછળ એક મોટી છેતરપિંડીનો ખુલાસો થયો છે. જેણે એરપોર્ટ અને ઇમિગ્રેશન અધિકારીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે.

કોણ છે રિંકુ અને ક્યાં જતો હતો?
હરિયાણાના ભિવાની જિલ્લાના ગોકલપુરા ગામના રહેવાસી રિંકુ 21-22 ઓગસ્ટની રાત્રે કુવૈત જવા માટે દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચ્યો હતો. રિંકુએ ટર્મિનલ 3 થી મુસાફરી કરવાની હતી. તેણે તેની ચેક-ઈન પ્રક્રિયા પૂર્ણ કરી અને પછી દસ્તાવેજની ચકાસણી માટે ઈમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: PM મોદીએ 11 લાખ લખપતિ દીદીઓને સોંપ્યા પ્રમાણપત્ર

CDS (Customs Declaration System) દસ્તાવેજમાં ભૂલ મળી
તપાસ દરમિયાન ઇમિગ્રેશન અધિકારી સીડીસી પર નોંધાયેલી તારીખો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમને જણાવી દઈએ કે જ્યારે આપણે ઈમિગ્રેશન ચેક-ઈન માટે એરપોર્ટ પર જઈએ છીએ ત્યારે અધિકારીઓ સીડીએસ (કસ્ટમ ડિક્લેરેશન સિસ્ટમ) નામના સોફ્ટવેર પર આપણો ડેટા એન્ટર કરે છે. આ સોફ્ટવેરમાં ટિકિટ બુક કરાવનાર દરેક વ્યક્તિનો સંપૂર્ણ ડેટા હોય છે, અને જે બન્યું તેના પર અધિકારીઓને શંકા હતી, સોફ્ટવેરમાં રિંકુનો ડેટા દાખલ કરતાં જ તે ઝડપાઈ ગયો. કારણ કે તે ડેટામાં એયર આગમન અને પ્રસ્થાનની તારીખો પણ ખોટી હતી.

સ્પેલિંગની ભૂલથી શંકાની પુષ્ટિ થઈ
જ્યારે ઈમિગ્રેશન ઓફિસરે પોર્ટનું નામ જોયું તો તેણે જોયું કે “કંડલા” પોર્ટની જોડણી ખોટી હતી. સાચી જોડણી “KANDLA” છે, પરંતુ દસ્તાવેજમાં “KNDALA” લખેલું હતું. આ નાનકડી જોડણીની ભૂલે રિંકુ પાસે રાખેલા દસ્તાવેજો નકલી હોવાની અધિકારીની શંકાને સંપૂર્ણપણે સમર્થન આપ્યું હતું.

ધરપકડ અને તપાસ
પૂછપરછ બાદ ઈમિગ્રેશન વિભાગે રિંકુને એરપોર્ટ પોલીસને સોંપી દીધો હતો. IGI એરપોર્ટ DCP ઉષા રંગનાનીના જણાવ્યા અનુસાર, રિંકુ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 318(4), 336(3), 340(2) અને 61(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ માટે ઈન્સ્પેક્ટર સુમિતના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.