Indiaમાં ગુમ થયેલા સાંસદ Anwarul Azimની Kolkataમાં હત્યા, Bangladeshના મંત્રીનો દાવો
Bangladesh MP Anwarul Azim Murder: બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યા કરવામાં આવી છે. નોંધનીય છે કે, તે 18 મેથી ગુમ હતા. કોલકાતા પોલીસને બુધવારે (22 મે)ના રોજ શહેરના એક ફ્લેટમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. તે સારવાર માટે ભારત આવ્યો હતો. બાંગ્લાદેશી અખબાર ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ દેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાને ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અનવરુલની કોલકાતામાં હત્યા કરવામાં આવી છે.
#WATCH | Bangladesh MP Anwarul Azim Anar killing | Shaban Mahmood, Minister (Press), High Commission for Bangladesh in New Delhi, India says, "As our Home Minister has announced, so I definitely believe that this has happened…But we still don't have any authentic information… pic.twitter.com/Vs7pclLcuD
— ANI (@ANI) May 22, 2024
સમાચાર એજન્સી ANI અનુસાર બાંગ્લાદેશના ગૃહમંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશ પોલીસે આ સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેણે કહ્યું, ‘અત્યાર સુધી અમે જાણીએ છીએ કે સામેલ તમામ હત્યારા બાંગ્લાદેશી છે. તે એક આયોજનબદ્ધ હત્યા હતી.’ તે જ સમયે, જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં મૃતદેહના ઠેકાણા અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે તેણે કહ્યું હતું કે મને હજી સુધી આ વિશે જાણ થઈ નથી. તેણે કહ્યું, ‘અમે ટૂંક સમયમાં તમને હત્યાનું કારણ જણાવીશું. ભારતીય પોલીસ અમને સહકાર આપી રહી છે.’
અનવારુલ અઝીમ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે
બાંગ્લાદેશ સંસદની વેબસાઇટ અનુસાર, અઝીમ બાંગ્લાદેશ અવામી લીગનો સભ્ય હતો. તેઓ ત્રણ વખત સાંસદ હતા. અઝીમ ખુલના ડિવિઝનના મધુગંજનો રહેવાસી હતો. સાંસદ હોવા ઉપરાંત તેમની ઓળખ એક વેપારી અને ખેડૂત તરીકે પણ હતી. તેઓ ઝિનાઈદહ-4ના સાંસદ હતા. અનવારુલ અઝીમ પશ્ચિમ બંગાળમાં સારવાર માટે આવ્યા હતા. કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર આ પૂર્વયોજિત હત્યા છે. કોલકાતા પોલીસને અઝીમના મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા.
#UPDATE | "MP Anwarul Azim Anar has been killed in Kolkata, and three have been arrested in Bangladesh," said Bangladesh Home Minister Asaduzzaman Khan at his residence in Dhaka. https://t.co/Xc9VyQA5eU pic.twitter.com/PiEP1y5tkB
— ANI (@ANI) May 22, 2024
બાંગ્લાદેશી સાંસદના મૃતદેહના અનેક ટુકડા કર્યાઃ કોલકાતા પોલીસ
બાંગ્લાદેશી અખબાર ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર, કોલકાતા પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ‘તેના શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા. કોલકાતાના ન્યૂ ટાઉનમાં સંજીવ ગાર્ડનના એક ફ્લેટમાંથી શરીરના ટુકડા મળી આવ્યા હતા.’ કોલકાતા પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે આ ફ્લેટ એક્સાઇઝ ડ્યુટી ઓફિસરનો છે. કોલકાતાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આ મામલે તપાસ કરી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સીની પણ મદદ લેવામાં આવી રહી છે.