મંત્રી પદ છોડવાની વાત પર મંત્રી Suresh Gopiએ કર્યો ખુલાસો, કહ્યું સમાચાર પાયાવિહોણા
PM Modi 3.0: કેરળના ત્રિશૂરથી ભાજપના સાંસદ બનેલા સુરેશ ગોપીએ એવા અહેવાલોને ફગાવી દીધા છે કે તેઓ મંત્રી પદ છોડી શકે છે. તેમણે રવિવારે જ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. સુરેશ ગોપીએ કહ્યું કે કેટલાક મીડિયા પ્લેટફોર્મ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે કે હું મોદી સરકારના મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. સુરેશ ગોપીએ ખુલાસો કરતાં કહ્યું કે, આ આ સમાચાર પાયાવિહોણા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ. તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર આ વાત કહી છે. સુરેશ ગોપી વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ કેબિનેટ મંત્રી અથવા ઓછામાં ઓછા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રીની અપેક્ષા રાખતા હતા, પરંતુ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવતા તેઓ નારાજ છે.
A few media platforms are spreading the incorrect news that I am going to resign from the Council of Ministers of the Modi Government. This is grossly incorrect. Under the leadership of PM @narendramodi Ji we are committed to the development and prosperity of Kerala ❤️ pic.twitter.com/HTmyCYY50H
— Suressh Gopi (@TheSureshGopi) June 10, 2024
આ સિવાય તેણે મલયાલમ ચેનલોને આપેલા ઈન્ટરવ્યુમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સુરેશ ગોપી કહે છે કે તે ફિલ્મોમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં મંત્રી તરીકે કામ કરવા માંગતા નથી. સુરેશ ગોપીનું કહેવું છે કે તેઓ સાંસદ તરીકે તેમના વિસ્તારના લોકોની સેવા કરશે, પરંતુ મંત્રી પદ ઈચ્છતા નથી, પરંતુ હવે સુરેશ ગોપીએ પોતે જ બંને પ્રકારની વાતને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ મંત્રી પદ પર ચાલુ રહેશે. સુરેશ ગોપી કેરળમાંથી જીતનારા ભાજપના પ્રથમ સાંસદ છે. તેમની સફળતાથી ભાજપે રાજ્યમાં ઈતિહાસ રચ્યો છે અને ત્યાં પ્રથમ વખત કમળ ખીલ્યું છે.
Proud to be a malayali 💪#SureshGopi ❤️🇮🇳 pic.twitter.com/dUavy5dGB7
— कर्णन (കർണ്ണൻ) (@Karnnan2255) June 9, 2024
સુરેશ ગોપી ઉપરાંત કેરળ ભાજપના અધ્યક્ષ કે. સુરેન્દ્રને પણ આવા અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે સોમવારે મીડિયાને કહ્યું કે સુરેશ ગોપીના મંત્રી પદ છોડવાના સમાચાર નકલી છે. તેમણે કહ્યું કે એવા અહેવાલો ફરતા થયા કે સુરેશ ગોપી કેબિનેટ મંત્રી બનવા માંગે છે અને તેથી રાજીનામું આપી રહ્યા છે. આ સમાચાર પાયાવિહોણા છે. ઉલ્લેખનીય છે કે સુરેશ ગોપી લાંબા સમયથી એક્ટિંગની દુનિયામાં છે. તેમની જીતે દાયકાઓથી કેરળમાં પ્રવેશવાની કોશિશ કરી રહેલી ભાજપની આશાઓ વધારી દીધી છે. તેઓ ત્રિશૂરમાં સીપીઆઈના ઉમેદવારને 7000થી વધુ મતોથી હરાવીને સાંસદ બન્યા હતા.