November 19, 2024

ગેરકાયદેસર સોનાની ખાણમાં 70થી વધુ જિંદગી દફન, બચાવ કાર્ય ચાલુ

આફ્રિકાના માલીમાં સોનાની ખાણ તૂટી પડવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે. ત્યારે ફરી એક વખત એવો જ બનાવ સામે બન્યો છે. જેમાં માલીમાં ગેરકાયદેસર સોનાની ખાણ પડી ભાંગવાના કારણે 70 થી વધુ લોકો માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે માલી આફ્રિકાનો ત્રીજો સૌથી મોટો સોનું ઉત્પાદક કરતો દેશ છે. સરકારે પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે.

આ પણ વાચો: યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન વિમાન ક્રેશ, તમામ કેદીઓના મોત

અકસ્માતની વિગતોની પુષ્ટિ
આફ્રિકન સરકારના નેશનલ ડિરેક્ટોરેટ ઑફ જીઓલોજી એન્ડ માઇનિંગના વરિષ્ઠ અધિકારી કરીમ બાર્થે બુધવારે તારીખ 24-1-2024ના એસોસિએટેડ પ્રેસને અકસ્માતની વિગતોની પુષ્ટિ કરી હતી. દક્ષિણ-પશ્ચિમ કૌલીકોરો ક્ષેત્રના કંગાબા જિલ્લામાં ગેરકાયદે સોનાની ખાણ ડૂબી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આફ્રિકાના માલીમાં સોનાની ખાણ તૂટી પડવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. અધિકારીઓ ઘણી વખત માંગ ઉઠાવે છે કે ગેરકાયદેસર ખનન રોકવા માટે સરકારે પગલા ભરવા જોઈએ. જેના કારણે આવા અકસ્માતો રોકી શકાય.

આ પણ વાચો: પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ, 9 લોકો ઘાયલ

ચીનમાં આગમાં 25ના મોત
ગઈ કાલે તારીખ 24-1-2024ના દિવસે ચીનમાં આગની મોટી દુર્ઘટના બની હતી. સ્થાનિક સરકારે આપેલી માહિતી અનુસાર ચીનના દક્ષિણપૂર્વ જિયાંગસી પ્રાંતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. જોકે સ્થાનિક તંત્ર પાસે ઘાયલ લોકોનો કોઈ આંકડો નથી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું કે આ દુર્ઘટના બાદ બચાવકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લીધી છે. થોડા જ દિવસો પહેલા શનિવાર તારીખ 20-1-2024ના આગ લાગવાના કારણે 21 લોકોના મોત થયા હતા. ફરી એક વખત આગના કારણે લોકો મોત મળ્યું છે. જો કે સરકારે એ નથી જણાવ્યું કે કેટલા લોકો ઘાયલ થયા છે.

યુક્રેનિયન કેદીઓના મોત
રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાનું IL-76 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બુધવારે તારીખ 24-4-2024ના બેલગોરોડ ક્ષેત્રમાં એરફિલ્ડ પર પરત ફરી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે રસ્તામાં કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં યુક્રેનિયન આર્મીના 65 સૈનિકોના મોત થયા છે. આ સાથે જ 6 ક્રૂ મેમ્બર અને 3 બીજા લોકો પણ હાજર હતા. આ તમામના મોત થયા છે.