Vi વપરાશકર્તાઓને હવે મોજે દરિયો, 26 રૂપિયાનો સસ્તો રિચાર્જ પ્લાન લૉન્ચ
Vi: વોડાફોન આઈડિયાનું સિમ કાર્ડ વાપરનારાઓ કરોડોની સંખ્યામાં છે. કંપની તેના વપરાશકર્તા માટે અવારનવાર નવા નવા રિચાર્જ પ્લાન લઈને આવે છે. ફરી વખત એક એવો રિચાર્જ પ્લાન લઈને કંપની આવી છે. જેના કારણે એરટેલને સીધી ટક્કર આપશે.
સમાન ઑફર્સ સાથે ટક્કર
હાલમાં જ મોબાઈલ યુઝર્સને રાહત આપવા એરટેલ દ્વારા 26 રૂપિયાનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને Viએ પણ 26 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. બંને કંપનીના આ પ્લાનમાં બંને વચ્ચે સમાન ઑફર્સ આપવામાં આવી છે. Vi નો 26 રૂપિયાનો પ્લાન ડેટા વાઉચર પ્લાન છે. તમારા પ્લાનમાં દૈનિક ડેટા લિમિટ પુરી થઈ જાઈ છો તો તમે આ પ્લાનનો લાભ લઈ શકો છો.
આ પણ વાંચો: જો તમારી પાસે Vodafone-Idea SIM છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ
SMS સુવિધા પ્રદાન કરતું નથી
Vi નો 26 રૂપિયાનો રિચાર્જ પ્લાન 1 દિવસની વેલિડિટી સાથે તમને મળશે. જેમાં તમને એક દિવસ માટે ટે 1.5GB ડેટા મળશે. જો તમે પણ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે એક વાતનું ચોક્કસ ધ્યાન આપજો કોલિંગ કે તમને મેસેજ સુવિધા તેમાં મળશે નહીં. આ રિચાર્જની મહત્વની વાત એ છે કે જો તમારી પાસે કોઈ એક્ટિવ પ્લાન નથી તો તમને 26 રૂપિયાના આ પ્લાનનો લાભ નહીં મળે.