December 19, 2024

વાનખેડે સ્ટેડિયમમાં આજે મુંબઈ અને રાજસ્થાનનો ‘મહામુકાબલો’

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાનની ટીમનો આજે મુકાબલો છે. જે મુંબઈના વાનખેડે મેદાન પર રમાશે. અત્યાર સુધીની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે. અત્યાર સુધીમાં રમાયેલી એક પણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત થઈ નથી. હવે આજના દિવસે જોવાનું રહ્યું કે ઘર આંગણે મુંબઈની ટીમની જીત થાય છે કે હાર.

બંને મેચમાં શાનદાર પ્રદર્શન
MI vs RR પિચ રિપોર્ટની વાત કરીએ તો સતત બે મેચમાં હારનો સામનો કરી રહેલી ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે રાજસ્થાન સાથે ટકરાશે. રાજસ્થાનનું અત્યાર સુધી સારૂ પ્રદર્શન રહ્યું છે. રિયાન પરાગના બેટએ બંને મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચ મુંબઈના ઘર આંગણે વાનખેડે મેદાન પર રમાશે. હાર્દિક પંડ્યાને મુંબઈની કમાન સોંપાયા બાદ મુંબઈની સ્થિતિ ખુબ ખરાબ જોવા મળી રહી છે. પહેલા ગુજરાતની સામે હારી અને ત્યાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આજે જીતનું ખાતું ખોલવા માટે મુંબઈની ટીમ રાજસ્થાન સાથે સામનો કરશે. રાજસ્થાનની ટીમ બે મેચમાં જોરદાર જીત પ્રાપ્ત કરીને મુંબઈ પહોંચી ગઈ છે.

આ પણ વાંચો:  કોણ છે મયંક યાદવ? IPLમાં માત્ર આટલા લાખમાં ખરીદવામાં આવ્યો

વાનખેડે પિચ કેવી રીતે ચાલે છે?
અત્યાર સુધીની મેચમાં આ મેદાનમાં બેટ્સમેનનો જાદુ ચાલે છે. મુંબઈના હોમ ગ્રાઉન્ડ પર રન વધારે રન બને છે અને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ પણ આ મેદાન માટે જાણીતો છે. બોલરો માટે આ મેદાન પર નિયંત્રણ રાખવું ખુબ અધરું થઈ જાય છે. IPLની મેચ અત્યાર સુધીની કુલ 109 મેચ રમાઈ છે. જેમાંથી 50 મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીત પ્રાપ્ત કર્યો છે. જે લોકોએ એટલે કે રનનો પીછો કરવો એ આ મેદાન પર નફાકારક સોદો લાગે છે. કારણ કે જે ટીમ રનનો પીછો કરે છે તેમાંથી 59 મેચમાં ટીમનો વિજય થયો છે.

મુંબઈ પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં જીતનું હજુ ખાતું ખોલાવી શકાયું નથી. મુંબઈની ટીમને અત્યાર સુધીમાં 2 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ એક જ એવી ટીમ રહી છે કે જેનો હજુ કોઈ પણ મેચમાં વિજય થયો નથી. મુંબઈના બોલિંગ આક્રમણ સાથે રમતા SRHએ IPL ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. જોકે ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. ત્યારે આજની મેચમાં મુંબઈની ટીમ પુરી કોશિશ કરશે કે તેઓ આ મેચમાં જીત પ્રાપ્ત કરે.