December 20, 2024

આજે MI અને KKR વચ્ચે મહામુકાબલો થશે, જાણી લો કેવી હશે પિચ

IPL 2024: આજે MI અને KKR વચ્ચે મેચ રમાવાની છે. આ મેચનું આયોજન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવશે. આ બંને ટીમ માટે આજની મેચ ખુબ મહત્વની છે. કારણ કે હજૂ પણ બંને ટીમ પ્લેઓફની રેસમાં નથી. આવો જાણીએ કેવી રહેશે મુંબઈની પિચ.

હેડ ટુ હેડ આંકડા શું?
આઈપીએલ 2024માં આજે એક મહત્વપૂર્ણ મેચ છે. આ મેચ બંને ટીમ માટે મહત્વની છે. જ્યાં KKRની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. મુંબઈની ટીમ 9માં સ્થાન પર છે. એટલે કે બંને ટીમ આ મેચ જીતીને આગળ વધવા માંગશે. આ બંને ટીમ અત્યાર સુધીમાં 32 વખત આમને-સામને આવી ચુકી છે. જેમાંથી મુંબઈની ટીમે 23 મેચ જીતી છે અને KKRની ટીમે 8 મેચ જીતી છે. જેના કારણે એવું કહી શકાય કે મુંબઈની ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન સારૂ રહ્યું છે.

આ પણ વાંચો: SRH vs RR: હૈદરાબાદની જીત બાદ પેટ કમિન્સે કહ્યુ – આ ખેલાડી જીતનો હીરો

હારનો સામનો કરવો પડ્યો
મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચની વાત કરવામાં આવે તો આ મેદાન બોલરોની વધારે હલચાલ જોવા મળે છે. અહીંની પિચ સપાટ છે અને પુષ્કળ પ્રમાણમાં રન બને છે. બાઉન્સ પણ છે અને બોલ બેટ પર સારી રીતે આવે છે. મતલબ કે અહીં ફરી એકવાર મોટો સ્કોર જોવા મળી શકે છે. હાલમાં KKR ટીમ IPL પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમે 9 મેચ રમી છે અને 6માં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે.