April 2, 2025

MI vs KKR: મેચ પછી રોહિત અને નીતા અંબાણી વચ્ચે થઈ ‘ગંભીર’ ચર્ચા, વીડિયો વાયરલ

IPL 2025 MI vs KKR: મુંબઈ અને કોલકાતા વચ્ચેની મેચમાં મુંબઈની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. મુંબઈની ટીમને જીત તો મળી ગઈ પરંતુ તેમનો ખેલાડી રોહિત સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. મેચ પુર્ણ થયા બાદ રોહિત સાથે નીતા અંબાણી વાત કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: IPLમાં 27 કરોડ રૂપિયાનો ખેલાડી થયો સુપર ફ્લોપ, ટ્રોલિંગનો કરી રહ્યો છે સામનો

નીતા અંબાણી થોડી ગંભીર
રોહિત શર્માનું ખરાબ ફોર્મ મુંબઈ ઇન્ડિયન્સ માટે ચિંતાનો વિષય છે. અત્યાર સુધીમાં મુંબઈની ટીમે 3 મેચ રમી છે. જેમાં રોહિત માત્ર 21 રન બનાવવામાં સફળ રહ્યો છે. પહેલી મેચમાં તો એક પણ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. KKR સામે રમાયેલી મેચ બાદ નીતા અંબાણી રોહિત સાથે વાત કરતા જોવા મળ્યા હતા. બંને કોઈ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. , જોકે તેઓ કયા વિષય પર વાત કરી રહ્યા હતા તે જાણી શકાયું નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી ગંભીર જોવા મળી રહી હતી.