December 20, 2024

MI vs CSK: સલમાન ખાન અને સાઉથના કલાકારોએ કર્યું આ ટીમનું સમર્થન

IPL 2024: આજના દિવસે MI vs CSK વચ્ચે મહામુકાબલો થવાનો છે. લોકો આતૂરતાથી આ મેચની રાહ જોઈ રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સની મુંબઈ ઈન્ડિયન્સ સામે 6 મેચ હશે. આ મેચ એટલી રસપ્રદ છે કે ફિલ્મ સ્ટાર્સ પણ રસ દાખવી રહ્યા છે. બોલિવૂડની સાથે સાઉથના પણ કલાકારો પણ આ મેચમાં એન્ટ્રીએ રોમાંચક બનાવી દીધી છે.

રોમાંચક બનાવી દીધી
IPL 2024ની મોટી મેચ આજે વાનખેડે સ્ટેડિયમમાં યોજાવાની છે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈની ટીમનો આમનો સામનો થવાનો છે. એટલું જ નહીં ફિલ્મના સુપરસ્ટાર્સ પણ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેચ પહેલા બોલિવૂડ અને સાઉથના કલાકારો નિવેદન આપી રહ્યા છે. જેમાં મુંબઈ અને ચેન્નાઈમાં કઈ ટીમને સપોર્ટ કરવાના છે તેમણે જણાવ્યું હતું. મહત્વની વાત એ છે કે જ્યારે પણ આ બંને ટીમો વચ્ચે મેચ હોય છે ત્યારે ચાહકોમાં તેનો ક્રેઝ વધી જાય છે. પરંતુ મેચ પહેલા જ હવે આઈપીએલની સૌથી મોટી હરીફાઈમાં ફિલ્મ સ્ટાર્સ પણ કૂદી પડ્યા છે અને પોતાના પક્ષને રજૂ કરી રહ્યા છે કે તેઓ કોની સાથે. બોલિવૂડ અને સાઉથના કલાકારોની એન્ટ્રીએ આ મેચને વધુ રોમાંચક બનાવી દીધી છે.

ફેવરિટ ટીમ ગણાવી
બોલિવૂડના મોટા ભાગના સેલેબ્સ મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરતા નજરે પડ્યા હતા. બીજી તરફ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચને આ હરીફાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું સમર્થન કરતાં નજરે પડ્યા હતા. સલમાને કહ્યું કે ધોનીના કારણે ક્રિકેટ ફરી ‘જેન્ટલમેન’ ગેમ બની ગયું. એટલા માટે તે ધોનીનો ફેન છે. અપરિચિત’ ફેમ એક્ટર ચિયાન વિક્રમ અને અન્ય સાઉથના કલાકારોએ ચેન્નાઈને પોતાનું ફેવરિટ ગણાવ્યું હતું.

CSK પર MI ટીમ ભારે
મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનમાં શરૂઆત ખુબ ખરાબ જોવા મળી હતી. પરંતુ આખરી 2 મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. જેમાં 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર 7માં નંબર પર છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 5માંથી 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને યથાવત અત્યાર સુધી છે. ન્નાઈ અને મુંબઈની ટીમ અત્યાર સુધી 37 વખત આમને સામને આવી છે. જેમાં આ બંને મેચમાં મુંબઈની ટીમનો દબદબો જોવા મળ્યો છે. હવે જોવાનું રહ્યું કે આજની મેચમાં કોની જીત થાય છે અને કોની હાર.